ક્રિકેટ મેદાન પર દરેક ક્રિકેટરના બીગ ફેન ઉત્સાહ વધારતા નજરે પડચા હોય છે.
વર્ષ 2005માં ટીવીએસ કપ ટેસ્ટ સિરીઝમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચમાં મહિલા ફેન ઝહીર ખાનને ચીયર કરતી નજરે પડી હતી.
મેચ દરમિયાન મહિલા ફેનના હાથમાં આઈ લવ યુ ઝહીર લખાણ વાળું પોસ્ટર હતું.
મહિલા ચાહક અને ઝહીર ખાન મોટી સ્ક્રિન પર દેખાતા બન્ને એ સામ સામે Flying Kiss આપી હતી, જે દરમિયાન આખી મેચ 2 મિનીટ માટે રોકાઈ ગઈ હતી.
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ઝહીર ખાન હાલ IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના મેન્ટોર તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે.
આઈપીએલ પહેલા જ્યારે કેમ્પમાં સામેલ થતી વખતે 20 વર્ષ જુની મહિલા ચાહક ઝહીર ખાને જોઈ.
20 વર્ષ પછી પણ મહિલા ચાહકના હાથમાં આઈ લવ યુ ઝહીર લખાણ વાળું બેનર જોઈને ઝહીર ખાન ચોંકી ગયો હતો.
ઝહીર ખાને જ્યારે મહિલા સામે જોયુ તો મહિલા પણ પોસ્ટર પાછળ મોઢું છુપાવીને શરમાઈ ગઈ હતી.
રમત ગમત સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.