અભિષેક શર્માએ ટ્રેડમાર્ક સેલિબ્રેશન સિક્રેટ ચિઠ્ઠીમાં કરી દીધી દિલની વાત? જાણો


By Vanraj Dabhi13, Apr 2025 12:06 PMgujaratijagran.com

અભિષેક શર્માની ઇનિંગ

અભિષેક શર્માએ પંજાબ કિંગ્સ સામે તોફાની ઇનિંગ રમી હતી, જેમાં તેને માત્ર 40 બોલમાં શતક ફટકાર્યું હતું.

અભિષેક શર્મા

અભિષેકે 55 બોલમાં શાનદાર 141 રન ફટકારીને SRHને જીત આપાવી હતી.

ઇનિંગનું રહસ્ય

અભિષેક શર્માએ રેકોર્ડ સદી મારીને ઇનિંગનું રહસ્ય જાહેર કરતા કહ્યું કે, આ ઈનિંગ ખૂબ જ ખાસ છે, કારણ કે હું હારના તે સિલસિલાને તોડવા માંગતો હતો.

અભિષેકનું ટ્રેડમાર્ક સેલિબ્રેશન

અભિષેક શર્માનું ટ્રેડમાર્ક સેલિબ્રેશન L રિએક્શન છે, જેમાં Lનો અર્થ પ્રેમ દર્શાવવામાં આવ્યો છે.

અનોખું સેલિબ્રેશન

અભિષેક દર વખતે ટ્રેડમાર્ક સેલિબ્રેશન કરે છે આ વખતે તેને ખિસ્સામાંથી કાગળની સ્લિપ કાઢીને સેલિબ્રેશન કર્યું, તેમા લખેલું હતું કે, આ ઓરેન્જ આર્મી માટે છે.

મંત્રમુગ્ધ ઇનિંગ

જ્યારે તમારા સ્ટ્રોકપ્લેથી વિરોધીઓ પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ઇનિંગનો શ્રેય

અભિષેકે આ વિસ્ફોટક ઇનિંગનો શ્રેય યુવરાજસિંહ અને સૂર્ય કુમાર યાદવને આપ્યો છે.

ટ્રેવિસ હેડનો ખુલાસો

મેચ બાદ ટ્રેવિસ હેડે ખુલાસો કરતા કહ્યું કે, અભિષેક શર્મા છેલ્લી છ મેચથી તેના સ્લિપ સેલિબ્રેશનની રાહ જોઈ રહ્યો હતો.

પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટાએ અભિષેક શર્માને તેના સેલિબ્રેશન વિશે પૂછતી હોય તેવું લાગે છે.

IPL 2025: ગુજરાત ટાઈટન્સને લાગ્યો બીજો ઝટકો, આ ધુરંધર ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર થયો