IPL 2025માં ગ્લેન ફિલિપ્સ ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયા હતા.
ઈજાના કારણે હવે IPL 2025ની આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડ ખેલાડી વતન પરત ફર્યો છે.
ગુજરાત ટાઇટન્સે સત્તાવાર નિવેદન બહાર પાડીને આ માહિતી આપી છે અને ગ્લેન ફિલિપ્સને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.
ગ્લેન ફિલિપ્સને 6 એપ્રિલના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચ દરમિયાન ગ્રોઇન ઇન્જરી થઈ હતી.
ફિલિપ્સને આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળ્યું, પરંતુ તે SRH સામેની મેચમાં સબસ્ટિટ્યૂટ ફિલ્ડર તરીકે મેદાન પર આવ્યો હતો અને ત્યાં તેને ઈજા થઈ હતી.
ગ્લેન ફિલિપ્સ ગુજરાત ટાઇટન્સનો બીજો એવો ખેલાડી છે, જે ઈજાના કારણે ટીમ છોડીને વતન પરત ફર્યો છે.
આ અગાઉ દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર કાગીસો રબાડા પણ વ્યક્તિગત કારણોસર ઘરે પરત ફર્યા હતો.
હવે GTમાં માત્ર 5 વિદેશી ખેલાડીઓ રહ્યા છે, જેમાં જોસ બટલર, શેર્ફેન રધરફોર્ડ, રાશિદ ખાન, ગેરાલ્ડ કોએત્ઝી અને કરીમ જનત છે.