IPL 2025માં CSKની કમાન રૂતુરાજ ગાયકવાડ સંભાળતો હતો.
18મી સિઝનમાં રૂતુરાજ ગાયકવાડ ઈજાને કારણે સિઝનમાંથી બહાર થયો છે.
રૂતુરાજ ગાયકવાડને કોણીના ભાગે ફ્રેક્ચર થતા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
18મી સિઝન માટે ફરી વખત ધોનીએ CSKની કમાન સંભાળી છે.
IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સની બાકીની મેચો માટે મહેન્દ્ર સિંઘ ધોનીને ફરીથી કેપ્ટન બનાવાયો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે આ વાતની પુષ્ટિ કરી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની આગામી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાશે, જેમાં કેપ્ટન માહીભાઈ હશે.