શેન વોર્ને IPLમાં રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરતી વખતે સૌથી વધુ મેચ જીતવાનો બનાવેલો રેકોર્ડ હવે તૂટી ગયો છે.
શેન વોર્ન રાજસ્થાન રોયલ્સનો અત્યાર સુધીનો સૌથી સફળ કેપ્ટન હતો. તેમણે 55 મેચમાં કેપ્ટનશીપ કરતા 31 મેચ જીતી હતી.
હવે શેન વોર્નનો આ રેકોર્ડ તૂટી ગયો છે. સંજુ સેમસન હવે કેપ્ટન તરીકે રાજસ્થાન માટે વધુ મેચ જીત્યા છે.
સંજુ સેમસનની કેપ્ટનશીપ હેઠળ રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 50 રને હરાવીને IPL 2025માં પોતાનો 32મો વિજય નોંધાવ્યો.
સંજુ સેમસન અત્યાર સુધીમાં 66 મેચમાં રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરી ચૂક્યા છે, જેમાં તેણે 32મી જીત સાથે શેન વોર્નનો રેકોર્ડ તોડ્યો છે.
રાજસ્થાન રોયલ્સે IPL 2025માં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે, પરંતુ સંજુ સેમસન ફક્ત એક જ મેચનું નેતૃત્વ કરી શક્યો છે.
પંજાબ કિંગ્સ પહેલા રમાયેલી 3 મેચમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ રિયાન પરાગે કરી હતી.