IPL 2025માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો છે.
કિંગ કોહલીએ 9 મેચમાં 65ની સરેરાશથી 392 રન બનાવ્યા છે. તે હાલમાં આ સિઝનમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
તાજેતરમાં જ એક રેપિડ ફાયર રાઉન્ડમાં વિરાટ કોહલીને પૂછવામાં આવ્યું હતું કે, જો તમારે કોઈ એક દિગ્ગજ ખેલાડી સાથે ટ્રેનમાં મુસાફરી કરવી પડે, તો તે કોણ હશે?
આ તકે કિંગ કોહલીએ સચિન તેંડુલકર, કપિલ દેવ અને સુનીલ ગાવસ્કર જેવા કોઈ પણ ભારતીય દિગ્ગજ ખેલાડીનું નામ લીધું ન હતું.
કોહલીએ વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ખેલાડી સર વિવ રિચાર્ડ્સનું નામ લીધું.
કોહલીને એમ પણ પૂછવામાં આવ્યું કે,તમને ટ્રેનમાં શું કરવાનું ગમે? તેણે કહ્યું કે તેને સૂઈને પુસ્તક વાંચવાનું ગમશે.
જો RCB પાસે પોતાની ટ્રેન હોય તો, તેનું નામ શું હશે? આના જવાબમાં કોહલીએ કહ્યું, બોલ્ડ એક્સપ્રેસ.