આઈપીએલમાં સૌથી વધારે કેચ કોણે લીધા ?


By Kajal Chauhan25, Apr 2025 01:13 PMgujaratijagran.com

આ દિવસોમાં ચાહકો વિશ્વની સૌથી મોટી લીગ IPLનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. ત્યારે ચાલો જાણીએ કે આઈપીએલમાં સૌથી વધારે કેચ કોણે લીધા

વિરાટ કોહલી

આ યાદીમાં પહેલું નામ વિરાટ કોહલીનું છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી IPLમાં 260 મેચોમાં કુલ 116 કેચ પકડ્યા છે.

સુરેશ રૈના

આ યાદીમાં બીજું નામ સુરેશ રૈનાનું છે. તેણે અત્યાર સુધી કુલ 205 મેચોમાં 109 કેચ પકડ્યા છે.

રવિન્દ્ર જાડેજા

આ યાદીમાં ત્રીજું નામ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું છે. જેમણે અત્યાર સુધી 248 મેચોમાં 106 કેચ લીધા છે.

કિરોન પોલાર્ડ

આ યાદીમાં ચોથું નામ કિરોન પોલાર્ડનું છે. તેણે 189 આઈપીએલ મેચોમાં કુલ 103 કેચ પકડ્યા છે.

રોહિત શર્મા

આ યાદીમાં પાંચમું નામ રોહિત શર્માનું છે. તેણે અત્યાર સુધીમાં 264 મેચ રમીને 101 કેચ પકડ્યા છે.

શિખર ધવન

શિખર ધવનનું નામ આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે, તેણે 222 મેચ રમીને 99 કેચ લીધા છે.

IPL 2025માં સૌથી વધુ રન બનાવવામાં સાઈ સુદર્શન નંબર વન બન્યો, 8 મેચમાં 5 અર્ધસદી ફટકારી