Thank You: શું રોકોની છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફી! વિરાટ અને રોહિતનો ઈમોશનલ Video સ


By Vanraj Dabhi08, Mar 2025 06:46 PMgujaratijagran.com

ચેમ્પિયન્સ ટ્રોફી 2025

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ દુબઈ ખાતે 9 માર્ચ, રવિવારના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાવાની છે.

ટાઈટલ ટક્કર

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટાઈટલ ટક્કર પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીની ઈમોશનલ Video ક્લિપ સામે આવી છે.

સ્ટાર સ્પોર્ટ્સે

ફાઈનલ મેચ પહેલા સ્ટાર સ્પોર્ટ્સે રોહિત શર્મા અને વિરાટ કોહનીનો એક Thank You વીડિયો ક્લિપ પોસ્ટ કર્યો છે.

Thank You RoKo

આ વીડિયોમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ચાહકોનો તેમના તાજેતરના સમર્થન બદલ આભાર વ્યક્ત કરતા નજરે પડે છે.

છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફી

રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને માટે આ છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફી હોઈ શકે છે.

વય મર્યાદા

રોહિત શર્મા ટૂંક સમયમાં 38 વર્ષનો થવા જઈ રહ્યો છે જ્યારે વિરાટ પણ 36 વર્ષનો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2029

આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2029માં યોજાશે, જેનો અર્થ એ થયો કે આ બંને ખેલાડી માટે આ ટુર્નામેન્ટ રમવી લગભગ અશક્ય છે.

ભારત વિ ન્યુઝીલેન્ડ

ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ન્યુઝીલેન્ડ અને ભારત એકબીજા સામે ટકરાશે. આ ટાઈટલ જંગ પહેલા રોકોનો એક ઈમોશનલ વીડિયો સામે આવ્યો છે.

વાંચતા રહો

રમત ગમત સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Champion Trophy 2025: કે એલ રાહુલે મેળવી મોટી સિધ્ધી, જાણો સનસનાટીભર્યું પરાક્રમ