ભારતીય વિકેટ કીપર બેસ્ટમેન કે એલ રાહુલે ચેમ્પિયન ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન કરીને ભારતને સેમિફાઈનલ સુધી પહોચાડવામાં મહત્વાની ભૂમિકા ભજવી છે.
ચેમ્પિયન ટ્રોફી 2025ની પહેલી સેમિફાઈન મેચમાં કે એલ રાહુલે અણનમ 42 રન બનાવ્યા હતા.
કે એલ રાહુલે ઇનિંગમાં 33 રન ફટકારીને એક મોટી સિધ્ધી હાંસલ કરી છે.
રાહુલે વન ડેમાં ભારત તરફથી ઝપડપી 3 હજાર રન ફટકારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે.
ઝડપી 3 હજાર રન બનાવવાની સિદ્ધીમાં પહેલું નામ શિખર ધવનનું આવે છે. જેમણે 72 ઇનિંગ્સમાં 3 હજાર રન પૂરા કર્યા હતા.
વિરાટ કોહલી આ સિધ્ધી મેળવનાર બીજો ભારતીય ખેલાડી છે, જેમણે 75 ઇનિગ્સમાં વન ડેમાં ઝડપી 3 હજાર રન પૂરા કર્યા છે.
રાહુલે આ સિદ્ધી મેળવનાર ત્રીજો ભારતીય છે, જેમણે 78 ઇનિંગ્સમાં 3 હજાર રન પૂરા કર્યા છે.
આ સિદ્ધી હાંસલ કરવામાં ચોથા સ્થાને નવજોત સિંહ સિદ્ધુનું નામ આવે છે, જેમણે 79 ઇનિંગ્સમાં 3 હજાર રન પૂરા કર્યા હતા.
સૌરવ ગાંગુલી આ સિદ્ધી હાંસલ કરનાર પાંચમાં ક્રમે છે, દાદાએ 82 ઇનિંગ્સમાં 3 હજાર પૂરા કર્યા હતા.
રમત ગમત સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.