ભારતમાં ક્રિકેટનો ક્રેઝ એટલો બધો છે કે દરેક બાળક મોટું થઈને ક્રિકેટર બનવા માંગે છે. આ રમતથી ખેલાડીઓને માત્ર ખ્યાતિ જ નહીં, પણ સંપત્તિ પણ મળે છે. આંતરરાષ્ટ્રીય રમત હોવા છતાં ક્રિકેટ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. જાણો ભારતના 6 સૌથી ધનિક ક્રિકેટરો કોણ છે ?
તેમને ક્રિકેટના ભગવાન પણ કહેવામાં આવે છે. તે આ યાદીમાં ટોચ પર છે. 100 આંતરરાષ્ટ્રીય મેચોમાં સદી ફટકારનાર સચિન એકમાત્ર ખેલાડી છે. તેમની કુલ સંપત્તિ 13 હજાર કરોડ ડોલર છે.
કેપ્ટન કૂલ તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોની આ યાદીમાં બીજા ક્રમે છે. ધોનીની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો તે 9533 કરોડ છે.
પોતાના આકર્ષક દેખાવ અને મજબૂત રમત માટે જાણીતો ખેલાડી વિરાટ કોહલી આ યાદીમાં ત્રીજા નંબરે આવે છે. તેમની કુલ સંપત્તિ 8060 કરોડ છે.
આ યાદીમાં સૌરવ ગાંગુલી ચોથા નંબરે આવે છે. ભૂતપૂર્વ ક્રિકેટ ટીમના કેપ્ટન અને ભૂતપૂર્વ BCCI પ્રમુખ ગાંગુલી પાસે કુલ 4333 મિલિયનની સંપત્તિ છે.
આ યાદીમાં બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનું નામ પાંચમા ક્રમે આવે છે. તેમની કુલ સંપત્તિ 3900 કરોડ છે.
આ યાદીમાં યુવરાજ સિંહનું નામ છઠ્ઠા સ્થાને આવે છે. તેમની કુલ સંપત્તિ 3033 કરોડ છે.