IND vs ENG 5th T20I: અભિષેક શર્માએ અંગ્રેજોના છક્કા છોડાવ્યા?


By Vanraj Dabhi03, Feb 2025 03:59 PMgujaratijagran.com

T20 મેચ

ભારત ઘરેલું મેદાન પર ઇંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણી યોજાઈ હતી.

5મી T20 મેચ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી T20 મેચ મુંબઈના વાનખેડે સ્ટડિયમમાં રમાઈ હતી.

અભિષેક શર્માની ઇનિંગ્સ

ઇંગ્લેન્ડ સામે ભારતીય ઓપનિંગ બેસ્ટમેન અભિષેક શર્માએ તાબડતોડ બેટિંગ કરીને 54 બોલમાં 135 રન બનાવ્યા હતા.

અભિષેક શર્માની સિક્સર

વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરતાં અભિષેકે વાનખેડેમાં સિકસરની વણઝાર લગાવી હતી.

રેકોર્ડ બ્રેક સિક્સર

અભિષેકે એક ઇનિગ્સમાં રોહિત શર્માનો રેકોર્ડ તોડયો છે.

કેટલા ચોક્કા અને કેટલા છક્કા

અભિષેક શર્માએ એક ઇનિગ્સમાં 7 ચોક્કા અને 13 સિક્સર ફટકારી છે.

તિલક વર્મા

તિલક વર્મા એ પણ વાનખેડે સ્ટડિયમમાં અંદાજમાં બેટિંગ કરતા 3 ચોક્કા અને એક છક્કો ફટકાર્યો હતો.

શિવમ દુબે

વાનખેડે સ્ટડિયમમાં શિવમ દુબે એ પણ વિસ્ફોટક બેટિંગ કરતા 13 બોલમાં 3 ચોક્કા અને 2 સિક્સર ફટકારીને 30 રન ઈનિગ્સ રમી હતી.

વાંચતા રહો

રમત ગમત સંબંધીત આવી અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અભિષેક શર્માની તોફાની બેટિંગને મહાન હસ્તીઓએ પણ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું