ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 T20 શ્રેણી પૈકીની છેલ્લી મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં ભારતે 9 વિકેટે ઈગ્લેંડને માત આપી હતી.
ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ટી 20 મેચ દરમિયાન સ્ટેડિયમમાં એનેક સેલિબ્રિટીઓ જોવા મળી હતી.
ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી પણ પરિવાર સાથે આ મેચ જોવા માટે આવ્યા હતા.
ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ માત્ર 17 બોલમાં અર્ધ શતક ફટકાર્યુ હતું.
ફિફ્ટી ફટકાર્યા બાદ અભિષેક શર્માએ જોરદાર બેટિંગ કરીને 37 બોલમાં સદી ફટકારી હતી.
અભિષેક શર્માની તોફાની બેટિંગ જોઈને મુકેશ અંબાણીએ ઉભા થઈને પાડી તાળીઓ પાડીને અભિષેકનો ઉત્સાહ વધાર્યો હતો.
આ મેચ દરમિયાન બિગ બી અમિતાભ બચ્ચન પરિવાર સાથે નજરે પડ્યા હતા.
આ મેચ દરમિયાન ભારતીય ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિ વાનખેડે સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા.
ઇંગ્લેન્ડની ટીમને સપોર્ટ કરવા માટે પૂર્વ પીએમ ઋષિ સુનક વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા હતા.
ભારતીય ટીમને સપોર્ટ કરવા બોલિવૂડના સિતારાઓ આવ્યા હતા જેમાં આમીર ખાન પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા.
રમત ગમત સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.