આઈપીએલમાં આ 7 ખેલાડીઓ સાથે એવી ઘટના બની છે કે, સદી ફટકાર્યા પછીની ઇનિંગ્સમાં કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયા હોય.
આ અગાઉ યુસુફ પઠાણે પણ IPL 2010માં 37 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો, ત્યારે તે પણ બીજી મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો.
IPL 2013માં સુરેશ રૈના સાથે પણ આ ઘટના બની હતી. તેણે પંજાબ સામે અણનમ 100 રન બનાવ્યા હતા, પરંતુ બીજી જ મેચમાં તે ખાતું ખોલાવ્યા વિના પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો.
IPL 2018માં શેન વોટસને હૈદરાબાદ સામેની મેચમાં અણનમ 117 રન બનાવ્યા હતા. પરંતુ બીજી મેચમાં તે પણ શૂન્ય પર આઉટ થયો હતો.
IPL 2023માં વેંકટેશ ઐયરે પણ મુંબઈ ઈન્ડિયન્સ સામે 104 બનાવ્યા હતા, પરંતુ બીજી મેચમાં તે પણ શૂન્ય પર આઉટ થયો હતો.
માર્કસ સ્ટોઇનિસે IPL 2024માં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 124 રન ફટકાર્યો હતા, પરંતુ તે બીજી મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો.
IPL સિઝન 18ની શરૂઆતમાં ઈશાન કિશન સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. તેણે પોતાની પહેલી જ મેચમાં અણનમ 106 રન બનાવ્યા. પરંતુ બીજી જ મેચમાં તે શૂન્ય રને આઉટ થયો.
મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચ 14 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં શતક ફટકાર્યું હતું. પરંતુ બીજી મેચમાં તે 2 બોલ પર ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો.