સૂર્યકુમાર યાદવે IPLમાં સૌથી ઝડપી 4000 રન બનાવવાના રેકોર્ડમાં રોહિત અને વિરાટને


By Vanraj Dabhi27, Apr 2025 06:34 PMgujaratijagran.com

સૂર્યાનું શાનદાર ફોર્મ

મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ IPL 2025માં શાનદાર ફોર્મમાં છે. તેણે લખનૌ સામે વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

LSG સામે અડધી સદી

સૂર્યકુમાર યાદવે સિઝનની 45મી મેચમાં લખનૌ ટીમ સામે 28 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 54 રનની ઇનિંગ રમી હતી.

IPLમાં 4000 રન

આ ઇનિંગમાં સૂર્યકુમાર યાદવે પોતાની IPL કારકિર્દીમાં 4000 રન પણ પૂરા કરીને ઇતિહાસ રચ્યો છે.

સૂર્યા ટોચ પર આવ્યો

સૂર્યકુમાર યાદવ બોલના સંદર્ભમાં IPLમાં 4000 રન બનાવનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બની ગયા છે.

સુરેશ રૈનાથી આગળ

સૂર્યકુમાર યાદવે આ સિદ્ધિ મેળવવા માટે 2714 બોલ લીધા હતા. જ્યારે, સુરેશ રૈનાએ 2881 બોલમાં 4000 IPL રન પૂરા કર્યા હતા.

આ રેકોર્ડની પણ બરાબરી કરી

સૂર્યકુમાર યાદવે આ સિઝનમાં અત્યાર સુધીમાં 10 મેચ રમી છે અને તે બધીમાં 25 કે તેથી વધુ રન બનાવ્યા છે. આ પહેલા IPLમાં ફક્ત રોબિન ઉથપ્પા જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા.

ઓરેન્જ કેપ હોલ્ડર

સૂર્યકુમાર યાદવે વર્તમાન સિઝનમાં 427 રન બનાવીને ઓરેન્જ કેપની રેસમાં સામેલ થયો છે.

કોહલી કોની સાથે ટ્રેનમાં મુસાફરી કરવા માંગે છે? જાણો