ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ટીમ ઈન્ડિયાએ દેશવાસીઓના દિલ જીતવાની સાથે રોહિત અને કોહલીએ એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રોહિત શર્માએ કરેલી શાનદાર બેટિંગ પ્રશંસનીય હતી, જ્યારે વિરાટ કોહલીએ પણ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતને પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
વિરાટ અને રોહિત વગર ભારત માટે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી મુશ્કેલ હતી એમ કહેવું જરા પણ ખોટું નથી.
વિરાટ કોહલીની વાત કરીએ, તો કિંગ કોહલીની કુલ સંપત્તિ લગભગ 1027 કરોડ રૂપિયા છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની વાત કરીએ તો, તેમની કુલ સંપત્તિ લગભગ 212 કરોડ રૂપિયા છે.
વિરાટની સરખામણીમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની કુલ સંપત્તિ લગભગ 5 ગણી ઓછી છે.
વિરાટ કોહલીના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ વિશે વાત કરીએ તો, તેમની પાસે ઓડીથી લઈને બ્લુ સ્ટાર સુધી, એક ડઝનથી વધુ બ્રાન્ડ્સ હાજર છે.
રોહિત શર્માના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ વિશે વાત કરીએ તો, તેમની પાસે મેગી, નિસાનથી લઈને CEAT અને Adidas સુધીની 20 થી વધુ બ્રાન્ડ્સ છે.
રમત ગમત અને મનોરંજન સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.