IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે. તેઓ હાલમાં પ્લેઓફની રેસમાં સૌથી મોટા દાવેદારોમાંના એક છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ સિઝનમાં અત્યાર સુધીમાં 10 મેચોમાંથી 7 જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.
IPL 2025ની 52મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ RCB જીતીને તે પહેલી સિઝનથી ચાલી આવતી સિલસિલાને તોડવા માંગશે.
IPLના ઇતિહાસમાં RCB ટીમે ક્યારેય એક સીઝનમાં 2 લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું નથી. પરંતુ આ વખતે તેની પાસે મોટી તક છે.
આ બંને ટીમો વચ્ચે 18મી સિઝનનો પહેલો મેચ 28 માર્ચે ચેન્નાઈમાં રમાઈ હતી, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 50 રનથી જીત મેળવી હતી. તેનું ધ્યાન ફરી એકવાર CSKને હરાવવા પર રહેશે.
ચેન્નાઈમાં મળેલી તે જીત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ માટે ખૂબ જ ખાસ હતી. તેણે 17 વર્ષ પછી પહેલી વાર ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેમની છેલ્લી ત્રણ મેચ જીત્યું છે. જ્યારે CSK તેની છેલ્લી ત્રણ મેચ હાર્યું છે. આ વખતે RCB ટીમનું પલડું ભારે હોય તેવું લાગે છે.