ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફક્ત તેની બોલિંગ અને બેટિંગ માટે જ પ્રખ્યાત નથી, પરંતુ આજે તેઓ કરોડોની સંપત્તિનો માલિક છે અને તેમની પાસે આવકના ઘણા સ્ત્રોત છે.
રવિન્દ્ર જાડેજાની કુલ સંપત્તિ લગભગ 100-120 કરોડ રૂપિયા છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત ક્રિકેટ છે, પરંતુ આ ઉપરાંત તેઓ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, IPL અને અન્ય રોકાણોમાંથી પણ સારી કમાણી કરે છે.
રવિન્દ્ર જાડેજાનો સમાવેશ BCCI ના ગ્રેડ A+ કોન્ટ્રાક્ટમાં થાય છે, જે તેમને વાર્ષિક લગભગ 7 કરોડ રૂપિયા આપે છે. આઈપીએલમાં રવિન્દ્ર જાડેજાને CSK એ 16 કરોડ રૂપિયામાં રિટેન કર્યા હતા.
જાડેજા ઝેબ્રોનિક્સ, ASICS, SWOTT, My11Circle અને અન્ય સ્પોન્સરશિપ ડીલ્સ સહિત ઘણી મોટી બ્રાન્ડ્સને પ્રોત્સાહન આપે છે. તે આ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાંથી વાર્ષિક કરોડો રૂપિયા કમાય છે.
રવિન્દ્ર જાડેજા ગુજરાતના જામનગરમાં એક વૈભવી ફાર્મહાઉસ ધરાવે છે, જ્યાં તેમની પાસે ઘોડાઓનો મોટો સંગ્રહ પણ છે. આ ઉપરાંત તેમની પાસે મુંબઈ અને અન્ય શહેરોમાં પણ ઘણી મિલકતો છે.
રવિન્દ્ર જાડેજા પાસે Audi Q7, BMW X1, Rolls-Royce અને Ford Endeavour જેવી ઘણી લક્ઝરી કાર છે.