દુબઈ ખાતે યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું.
ન્યુઝીલેન્ડને હરાવીને ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ હાંસલ કર્યો છે.
ભારતની ભવ્ય જીત બાદ દેશભરમાં હર્ષોઉલ્લાસ સાથે ઉજવણીનો માહોલ છવાયો છે.
ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો ત્રીજી વખત ખિતાબ જીત્યો છે.
ભારતે 2002, 2013 અને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે.
ભારતની શાનદાર જીતથી સમગ્ર દેશમાં હોળી પહેલા દિવાળી જેવો માહોલ છવાયો છે.
ભારત સતત ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ જંગ રમીને ઈતિહાસ રચ્યો છે, ટીમ ઇન્ડિયા વર્ષ 2013, 2017 અને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલ સ્ટેજમાં પહોંચ્યુ હતું.
રમત ગમત સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો