ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ પહેલા ભારત વિ ન્યૂઝીલેન્ડ વચ્ચેની કેટલાક જૂની યાદગાર ઘટનાઓને તાજી કરવામાં આવી રહી છે.
ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે વનડે વર્લ્ડ કપ 2019ની સેમીફાઈનલ મેચમાં માહીભાઈ રન આઉટની ઘટના તાજી કરાઈ રહી છે.
ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 239 રન બનાવીને ભારતને જીત માટે 240 રનનો પડકાર આપ્યો હતો.
ભારતે આ મેચ જીતવા માટે 4.80ની એવરેજથી 240 રન બનાવવાના હતા, પરંતુ કીવીના બોલરોએ ભારતના હાથમાંથી જીત છીનવી લીધી હતી.
એક ઘટના ધોની સાથે સંકળાયેલી છે, જેમાં ધોનીએ ભારતને જીત સુધી પહોંચાડવાના પ્રયાસ કર્યા હતા પરંતુ મેચ હાથમાંથી છૂટી ગઈ હતી.
ધોની રન આઉટ થતાં તે ડ્રેસિંગ રૂમ તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે તેની આંખો ભરાઈ આવી હતી.
ન્યૂઝીલેન્ડે ભારત સામે ભારે રસાકસી બાદ છેલ્લી ઘડીએ ધોનીની વિકેટ ઝડપીને બાજી પલટી નાખી હતી અને 18 રનથી જીત મેળવી હતી.
ટીમ ઈન્ડિયા પાસે 25 વર્ષ જૂનો બદલો લેવાની તક છે, દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ જંગની શરૂઆત થઈ ગઈ છે.