ડુંગળીના ટીકળી ભજીયા કેવી રીતે બનાવવા તેની રેસિપી આજે ગુજરાતી જાગરણ અહીં તમને જણાવશે. આ સ્ટેપથી તમે ડુંગળીના ભજીયા બનાવશો તો સ્વાદ અલગજ આવશે.
ડુંગળી – 2 મોટી, બેસન (ચણાનો લોટ) – 1 કપ, અજમો- 1/4 ચમચી, મીઠું – સ્વાદ મુજબ, પાણી – જરૂર મુજબ, તેલ – તળવાના માટે.
ડુંગળીને સારી રીતે ધોઈ લો અને તેનું છાલ કાઢી નાખો.
ડુંગળીને પાતળા પાતળા ગોળાકારના ટીકળી (સ્લાઇસ)માં કાપી લો.
એક બાઉલમાં બેસન, અજમો અને મીઠું મેળવી લો. તીખું જોઈએ તો લાલ મરચું પાવડર ઉમેરો.
પાણી ધીમે ધીમે ઉમેરીને બેટર બનાવો. ડુંગળીને બેટરમાં ઉમેરો. તમે ડુંગળીને મધ્યમ સાઈઝમાં સમારીને પણ ઉમેરી શકો છો.
એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યારે, ડુંગળીના ભજીયા પાડી લો. થોડા કાચા હોય ત્યારે બહાર કાંઢી, વાટકાથી આ ભજીયાને દબાવીને ફરી તળો.
બન્ને બાજુ સોનેરી થાય પછી ડુંગળીના ટીકળી ભજીયાને બહાર કાઢી લો. ચટણી સાથે ગરમા ગરમ ભજીયા સર્વ કરો.