આજે IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે એક રોમાંચક મેચ રમાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે ચેપોક, ચેન્નાઈ ખાતે રમાશે.
ધોની આ વખતે IPL 2025 માં સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. ધોની હાલ 43 વર્ષનો છે અને તેઓ પહેલી વાર આઈપીએલમાં અનકેપ્ડ ખેલાડી તરીકે રમતાં જોવા મળશે
વર્ષ 2019 માં ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, પરંતુ ત્યારથી ધોની IPL રમી રહ્યો છે. ત્યારે લોકોને એ સવાલ છે કે શું ધોની આઈપીએલમાંથી પણ નિવૃત્તિ લેશે ? હવે આ મામલે એમએસ ધોનીએ જવાબ આપી દીધો છે.
ધોનીએ Jio Hotstar પર કહ્યું કે હું જ્યાં સુધી ઇચ્છું ત્યાં સુધી CSK માટે રમી શકું છું. તે મારી ફ્રેન્ચાઇઝી છે. જો હું વ્હીલચેર પર હોઉં તો પણ તેઓ મને ખેંચીને અહીં લઈ આવશે.
એમએસ ધોનીના નિવેદન પરથી એવું લાગે છે કે તેમણે હજુ સુધી IPLમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો નથી. તેઓ હજુ આગામી બે ત્રણ સિઝન રમી શકે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ધોની વિશે કહ્યું કે સચિન તેંડુલકર પણ 50-51 વર્ષની ઉંમરે પણ એટલી જ સારી બેટિંગ કરી રહ્યો છે. તેથી મને લાગે છે કે તે હજુ પણ ઘણા વર્ષો સુધી રમી શકે છે.