શ્રાવણમાં ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે, ત્યારે તમે ફરાળ માટે યુનિક રેસીપી ટ્રાય કરવા માંગતા હોવ તો તમે શેકેલા મખાનામાંથી ફરાળી ચેવડો બનાવી શકો છો.
મખાના, કાજુ, મગફળી, નારિયેળના ટુકડા, લીલા મરચા,મીઠો લીમડો, ઘી, કાશ્મીરી લાલ મરચું પાવડર, દળેલી ખાંડ, આમચૂરણ, મીઠું, કાળા મરી પાવડર, શેકેલું જીરું પાઉડર.
સૌ પ્રથમ એક પેનમાં મખાનાને હળવા શેકી લો.
હવે તે જ પેનમાં ઘી ગરમ કરી મગફળી, કાજુ, નારિયેળના ટુકડા નાખીને શેકી લો.
હવે તેમાં મીઠો લીમડો, મીઠું, કાળા મરી પાઉડર, શેકેલ જીરા પાઉડર, અને સાંતળેલ સામગ્રી મિક્સ કરી લો.
હવે તેમાં લાલ મરચું પાઉડર, આમચૂરણ, દળેલી ખાંડ અને શેકેલા મખાના ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે મખાનાનો ફરાળી ચેવડો, તમે સર્વ કરી શકો છો.