તહેવારો પર ઘરે સૂકો નાસ્તો પસંદ હોય તો તમે ચોખાના લોટમાંથી ચકરીની યુનિક રેસીપી ઘરે બનાવી શકો છો.
ચોખાનો લોટ, ચણાનો લોટ, બેસન, સફેદ તલ, જીરા, અજમો, હિંગ, લાલ મરચું પાવડર, હળદર, મીઠું, તેલ, ઘી, ગરમ પાણી.
સૌ પ્રથમ એક બાઉલમાં બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરી ગરમ પાણી ઉમેરીને નરમ લોટ બાંધી લો.
હવે લોટના નાના નાના લૂઆ બનાવીને બાજુ પર રાખો.
હવે એક લૂઓ લો અને તેને ચકરી બનાવવાના સાધનમાં મૂકી ઉપરથી પ્રેશ કરીને એક થાળી પર ગોળાકાર ચકરી બનાવી લો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને ચકરીને મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન અને બંને બાજુ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લો.
તૈયાર છે ચકરીની રેસીપી તમે ઠંડી થાય પછી સર્વ કરી શકો છો અને એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો.