ઇન્ડિયન પ્રીમિયર લીગ 2008થી ભારતમાં રમાતી એક એવી લીગ છે, જેમાં દેશ વિદેશનના અનકેપ પ્લેયર પણ પોતાની કિસ્મત અજમાવતા હોય છે.
વર્ષ 2025માં IPLની 18મી સિઝન રમાઈ રહી છે, ત્યારે આજે અમે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓ વિશે જણાવીશું.
IPLમાં જે બોલર સૌથી વધુ વિકેટ ઝડપે તેમને પર્પલ કેપનો એવોર્ડ આપવામાં આવે છે, આજે અમે તમને તેની યાદી વિશે જણાવીશું.
પર્પલ કેપની રેસમાં ટોપ ફાઈવમાં રહેલા ખેલાડીની યાદી અહીં શેર કરી છે.
મૂળ અફઘાનીસ્તાનનો ખેલાડી અને CSKની ટીમમાંથી રમતો નૂર અહમદે 7 મેચમાં 12 વિકેટ ઝડપી છે.
મૂળ ભારતીય અને દિલ્હી કેપિટલમાંથી રમતા કુલદીપ યાદવે 6 મેચમાં 11 વિકેટ ઝડપી છે.
ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ 6 મેચમાં 11 વિકેટ ઝડપી છે.
ભારતીય ફાસ્ટ બોલર ખલીલ અહેમદએ પણ 7 મેચમાં 11 વિકેટ ઝડપી છે.
ભારતીય ખેલાડી શાર્દુલ ઠાકુર IPLમાં લખનૌની ટીમમાંથી રમી રહ્યો છે, તેમણે પણ 7 મેચમાં 11 વિકેટ ઝડપી છે.