ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ જાહેર, જાણો ODI અને T20 શ્રેણી ક્યારે રમાશે


By Vanraj Dabhi15, Apr 2025 03:05 PMgujaratijagran.com

ભારતનો પ્રવાસ

ટીમ ઈન્ડિયાએ IPL 2025 પૂર્ણ થયા બાદ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે, જ્યાં બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચ રમાશે.

બાંગ્લાદેશ પ્રવાસ

ઈંગ્લેન્ડ પછી ભારતીય ટીમ ODI અને T20 શ્રેણી માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરશે.

BCCI

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ પ્રવાસનો સમયપત્રક જાહેર કર્યો છે. ટીમ ઈન્ડિયાનો આ પ્રવાસ 17 ઓગસ્ટથી શરૂ થશે અને છેલ્લી મેચ 31 ઓગસ્ટે રમાશે.

વનડે શ્રેણી

આ શ્રેણીની પહેલી ODI મેચ 17 ઓગસ્ટે મીરપુરમાં રમાશે. બીજી વનડે 20 ઓગસ્ટે મીરપુરમાં રમાશે. જ્યારે ત્રીજી મેચ 23 ઓગસ્ટે ચિત્તાગોંગમાં રમાશે.

ટી20 શ્રેણી

વનડે શ્રેણી પછી 3 મેચની T20 શ્રેણી રમાશે. ટી20 શ્રેણી 26 ઓગસ્ટે ચિત્તાગોંગમાં જ રમાશે જ્યારે T20 શ્રેણીની બીજી મેચ 29 ઓગસ્ટે અને ત્રીજી મેચ 31 ઓગસ્ટે મીરપુરમાં રમાશે.

અભિષેક શર્માએ ટ્રેડમાર્ક સેલિબ્રેશન સિક્રેટ ચિઠ્ઠીમાં કરી દીધી દિલની વાત? જાણો