ક્રિકેટ જગતમાં આજના દિવસે દેશ-વિદેશમાં એક નામ ગુંજતું થયું તે વૈભવ સૂર્યવંશીનું.
વૈભવ સૂર્યવંશી આઈપીએલ 2025માં રાજસ્થાન રોયલ્સની ટીમમાં રમે છે.
રાજસ્થાન રોયલ્સે વૈભવ સૂર્યવંશીને 1.10 કરોડમાં ખરીદ્યો છે.
ગુજરાત સામેની મેચમાં 14 વર્ષની ઉંમરમાં વૈભવ સૂર્યવંશીએ ટી20માં 35 બોલમાં સદી ફટકારી તેણે અનોખી સિદ્ધિ મેળવી લીધી
વૈભવ કહ્યું હું જે પણ અહીં છું તે મારા માતા-પિતાના કારણે છું. મારે પ્રેક્ટિસમાં જવાનું હોય તો મમ્મી રાતે બે વાગ્યે ઊઠીને મારા માટે ખાવાનું બનાવતી હતી. તે રાતે 11 વાગ્યે સૂવે એટલે કે ત્રણ કલાકની જ ઊંઘ લેતી હતી.
વૈભવ સૂર્યવંશી ધોરણ 9માં અભ્યાસ કરે છે. તેનો જન્મ 27 માર્ચ 2011માં થયો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ વૈભવ બિહારના તાજપુરમાં આવેલી ડો. મુક્તેશ્વર સિંહા મોડેસ્ટી સ્કૂલમાં અભ્યાસ કરે છે.
માતા-પિતાએ પણ વૈભવ સૂર્યવંશી પર ભણવાનું બહુ દબાણ કર્યું નથી.