દિલ્હી કેપિટલ્સની IPL 2025ની પ્રથમ મેચના એક દિવસ પહેલા 24 માર્ચ, સોમવારના રોજ રાહુલ ટીમ છોડીને ઘરે પરત ફર્યો હતો.
ક્રિકેટર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ એક બાળકીને જન્મ આપ્યો છે.
આ અંગે દંપતીએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી.
દિલ્હીના ફ્રેન્ચાઈઝીએ પણ રાહુલને અભિનંદન આપ્યા હતા.
પુત્રીના જન્મ બાદ કે એલ રાહુલ દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં પ્રેક્ટિસ કરતો નજરે પડ્યો હતો.
IPL 2025ના મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે KL રાહુલને 14 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે.
કે એલ રાહુલ દિલ્હી કેપિટલ્સ માટે ડેબ્યૂ મેચ રમવા જઈ રહ્યો છે.