ભારતને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ખેલાડીએ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.
ભારતીય ટીમના લેગ-સ્પિનરે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
પીયૂષ ચાવલાએ 36 વર્ષની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કરીને ચાહકોને આચકો આપ્યો છે.
ભારતીય ટીમ 2007નો T20 વર્લ્ડ કપ અને 2011ના ODI વર્લ્ડ કપમાં હિસ્સો રહી ચક્યો છે.
ચાવલાએ વ્યાવસાયિક ક્રિકેટમાં તમામ ફોર્મેટમાં 1000 થી વધુ વિકેટો ઝડપી છે.
પીયૂષ ચાવલાએ 6/6/ 2025, શુક્રવારના રોજ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
36 વર્ષીય ચાવલાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ કે, મેદાન પર બે દાયકાથી વધુ સમય પછી, સુંદર રમતને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે.
પિયુષ ચાવલાએ ભારત માટે ત્રણ ટેસ્ટ, 25 વનડે અને 7 ટી20 મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં 7, વનડેમાં 32 અને ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 4 વિકેટ લીધી છે.
હું આ સુંદર સફરમાં હંમેશા મને સાથ આપવા બદલ BCCI, UPCA, GCA અને તમામ IPL ફ્રેન્ચાઇઝીનો હૃદયપૂર્વક આભાર માનું છું.