RCB સામે ચહલની ટીમ હારી ગઈ, ધનશ્રીએ ઉજવણી કરતા કહ્યું...


By Vanraj Dabhi05, Jun 2025 11:29 AMgujaratijagran.com

આરસીબી અને પંજાબ કિંગ્સ

IPL 2025ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે RCB અને PBKS વચ્ચે રમાઈ હતી.

ફાઇનલ મેચ

ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને 6 રનથી પરાજય આપી આરસીબી પ્રથમ વખત ચૅમ્પિયન બન્યું છે.

કોહલીએ ટ્રોફી ઉપાડી

વિરાટ કોહલી અને તેના ચાહકો 18 વર્ષથી IPL ટ્રોફીની રાહ જોઈ રહ્યા હતા. અંતે 18મી સીઝનમાં આરસીબીને ટ્રોફિ મળી છે.

ધનશ્રીની ઉજવણી

ફાઈનલ મેચમાં પંજાબ કિંગ્સ હારી ગયું હતું અને યુઝવેન્દ્ર ચહલની ભૂતપૂર્વ પત્ની ધનશ્રી વર્માએ RCBની જીતનો જશ્ન મનાવ્યો હતો.

છૂટાછેડા થઈ ગયા

ધનશ્રી વર્મા અને ચહલના છૂટાછેડા થઈ ગયા છે. બંને પોતાના જીવનમાં આગળ વધી ગયા છે.

ખાસ સ્ટોરી શેર કરી

ધનશ્રીએ વિરાટ કોહલી માટે એક ખાસ પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, આખરે 18મો નંબર 18નો થયો, વિરાટ કોહલી અને આરસીબીને અભિનંદન.

દાજ્યા ઉપર ડામ

ધનશ્રી વર્માના સેલિબ્રેશનને જોયા પછી, દરેક વ્યક્તિ આ સ્ટોરી ફરીથી શેર કરી રહ્યા છે. લોકોએ લખ્યું ચહલ ભાઈ, આ જુઓ, દાજ્યા ઉપર ડામ આપ્યા.

અભિનેત્રી ક્યાં છે?

ધનશ્રીએ અભિનયની દુનિયામાં પગપેશારો કર્યો છે. જોકે, તે રાજકુમાર રાવ સાથે જોવા મળી હતી. તે હાલમાં વિદેશમાં શૂટિંગ કરી રહી છે.

ચહલ દ્વારા જોડાણ

ધનશ્રી વર્મા લાંબા સમયથી ચહલ દ્વારા RCB સાથે જોડાયેલી છે. હવે તેણે RCB માટે કરેલી પોસ્ટ વાયરલ થઈ રહી છે.

ઓછા સમયમાં થઈ જાય છે સમૃદ્ધ, નીમ કરોલી બાબાએ કરી ઓળખ