ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં ઓસ્ટ્રેલિયાને કચડી ઈન્ડિયા માસ્ટર્સ ફાઈનલમાં પહોચ્યું


By Vanraj Dabhi14, Mar 2025 01:04 PMgujaratijagran.com

પ્રથમ સેમિફાઈનલ

ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025ની પ્રથમ સેમિફાઈનલ મેચ ઈન્ડિયા માસ્ટર્સ અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે રમાઈ હતી.

ટોસ કોલ

IML 2025ની પ્રથમ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા માસ્ટર્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.

ભારતની પ્રથમ ઈનિંગ્સ

ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકશાન પર 220 રન બનાવ્યા હતા.

સચિન તેંડુલકર અને યુવરાજ સિંહ

ઈન્ડિયા માસ્ટર્સ ટીમના કેપ્ટન સચિન તેંડુલકરે 42 રન અને વાઈસ કેપ્ટન યુવરાજ સિંહે 59 રનની ધુંઆધાર ઈનિંગ રમી હતી.

ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ્સ

ઓસ્ટ્રેલિયા માસ્ટર્સને જીત માટે 221 રનનો લક્ષ્યાંક હતો, પરંતુ ઈન્ડિયા માસ્ટર્સના બોલરોએ 18.1 ઓવરમાં ઓસ્ટ્રેલિયા માસ્ટર્સને 126 રનમાં ઓલ આઉટ કરી નાખી હતી.

ઈન્ડિયા માસ્ટર્સની જીત

સચિન તેંડુલકરની કેપ્ટનશીપ હેઠળ ઈન્ડિયા માસ્ટર્સે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ ટીમને 94 રનથી હરાવી દીધી હતી.

ફાઇનલ મેચ

ઈન્ડિયા માસ્ટર્સ ટીમ તેંડુલકરની કેપ્ટનશીપ હેઠળ 16 માર્ચે રાયપુરના આ મેદાન પર ટાઈટલ મેચ રમશે.

Virat Kohli Net Worth:રોહિત શર્મા કરતા 5 ગણો અમીર છે કિંગ કોહલી, જાણો વિરાટની કુલ સંપત્તિ