IPL 2025ની 59મી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પંજાબે 10 રનથી વિજય મેળવ્યો હતો.
આ મેચમાં પંજાબ કિંગ્સની જીતનો હીરો સ્પિનર હરપ્રીત બ્રાર હતો. તેને શ્રેયસ ઐયરની જગ્યાએ ઇમ્પેક્ટ સબ તરીકે રમવાની તક મળી અને તેણે તેનો પૂરો ઉપયોગ કર્યો.
આ મેચમાં હરપ્રીત બ્રારે 4 ઓવર ફેંકી અને 5.50ની ઇકોનોમીથી માત્ર 22 રન આપીને તેણે 3 બેટ્સમેનોને પોતાના શિકાર બનાવ્યા.
હરપ્રીત બ્રારે યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી અને રિયાન પરાગ જેવા મોટા ખેલાડીઓને આઉટ કર્યા હતા. જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.
હરપ્રીત બ્રારે પોતાના પ્રદર્શનથી પોતાની ટીમને જીત આપાવીને પોતાની પત્નીનું દિલ જીતી લીધું હતું, તેણે આ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ તેની પત્ની મોલી સંધુને સમર્પિત કર્યો.
મેચ પછી હરપ્રીત બ્રારે કહ્યું, મને ખરેખર સારું લાગી રહ્યું છે. હું આ એવોર્ડ મારી પત્નીને સમર્પિત કરવા માંગુ છું કારણ કે લગ્ન પછી આ મારો પહેલો એવોર્ડ છે.
હરપ્રીત બ્રારે ડોક્ટર મૌલી સંધુ સાથે માર્ચ 2025માં લગ્ન કર્યા હતા. પત્ની સોશિયલ મીડિયા પર હરપ્રીત બ્રાર સાથેના ફોટા શેર કરતી રહે છે.