શ્રાદ્ધ શરૂ થઈ ગયા છે. શ્રાદ્ધ માટે ઘરે સરળ રીતે બનાવો ક્રીમી અને ઘાટો દુધપાક. જાણી લો તેની રીત.
દૂધ: 1 લીટર, ચોખા: 1 વાટકી , ખાંડ: 4 ચમચી, ડ્રાયફ્રુટ્સ ઝીણા સમારેલા, ઇલાયચી પાવડર,
સૌપ્રથમ, 1 વાટકી ચોખાને બરાબર ધોઈ લો.
ધોયેલા ચોખાને પાણીમાં 10 થી 15 મિનિટ માટે પલાળી રાખો.
એક જાડા તળિયાવાળા વાસણમાં 1 લીટર દૂધ લો.
દૂધને ઉંચી આંચ પર ગરમ કરવા મૂકો અને ઉકાળો. દૂધ તળિયે ચોંટી ન જાય તે માટે વચ્ચે વચ્ચે હલાવતા રહો.
દૂધ ગરમ થાય અને ઉકળી જાય પછી, તેમાં પલાળેલા અને સહેજ મસળેલા ચોખા ઉમેરી દો.
ત્યારબાદ, તેમાં 4 ચમચી ખાંડ ઉમેરી દો ,ઝીણા સમારેલા બદામ, કાજુ અને પિસ્તા જેવા ડ્રાયફ્રુટ્સ (આશરે 2 ટેબલસ્પૂન) અને ઇલાયચી પાવડર જરૂર મુજબ ઉમેરો.
ગેસની ફ્લેમ મધ્યમ રાખીને દૂધપાકને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી ચોખા સંપૂર્ણપણે ચડી ન જાય અને દૂધ ઘટ્ટ થઈને એકદમ ક્રીમી ન બની જાય. આ પ્રક્રિયામાં લગભગ 6 થી 7 મિનિટ લાગી શકે છે.
જ્યારે દૂધપાક ઇચ્છિત ઘટ્ટતાનો અને ચોખા ચડી જાય ત્યારે ગેસ બંધ કરી દો.
દૂધપાકને સંપૂર્ણપણે ઠંડો થવા દો. ઠંડો થવાથી દૂધપાક વધુ ઘટ્ટ બને છે અને તેનો સ્વાદ પણ વધુ સારો લાગે છે.
ઠંડા દૂધપાકને સર્વ કરો. સર્વ કરતી વખતે ઉપરથી થોડા ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરી શકાય છે.
અવનવી વાનગીઓની રેસીપી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલી રહો.