ચટાકેદાર આલુ મટર બનાવવાની સરળ રેસિપી 7 સ્ટેપમાં


By Hariom Sharma13, Sep 2025 10:25 AMgujaratijagran.com

આલુ મટર રેસિપી

રેસ્ટોરા જેવું આલુ મટરનું શાક ઘરે કેવી રીતે બનાવવું તેની રેસિપી ગુજરાતી જાગરણ અહીં તમને જણાવશે. નાના બાળકોને આ ટેસ્ટ બહુ ભાવશે.

સામગ્રી:

3 મધ્યમ બટાકા (આલુ), નાના ટુકડામાં કાપેલા, 1 કપ તાજા કે ફ્રોઝન મટર, 2 ટમેટા, ઝીણા સમારેલા, 1 ડુંગળી, ઝીણી સમારેલી, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, 2 લીલા મરચાં, ઝીણા સમારેલા, 1 ચમચી જીરું, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, 2 ચમચી તેલ, મીઠું સ્વાદ મુજબ, ધાણાભાજી (ગાર્નિશ માટે), 1 કપ પાણી,

સ્ટેપ્સ-1 તૈયારી:

બટાકાને છોલીને નાના ટુકડામાં કાપો. મટર તૈયાર રાખો (ફ્રોઝન હોય તો ડિફ્રોસ્ટ કરો).

સ્ટેપ્સ-2 તેલ ગરમ કરો:

કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો, તેમાં જીરું નાખી તતડાવો.

સ્ટેપ્સ-3 ડુંગળી સાતળો:

ઝીણી સમારેલી ડુંગળી નાખી, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળો(2-3 મિનિટ).

સ્ટેપ્સ-4. મસાલા ઉમેરો:

આદુ-લસણની પેસ્ટ, લીલાં મરચાં, હળદર, ધાણાજીરું પાવડર, લાલ મરચું પાવડર નાખી 1 મિનિટ સાતળો.

સ્ટેપ્સ-5 ટમેટા ઉમેરો:

ઝીણા સમારેલા ટમેટા નાખો, નરમ થાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી રાંધો (3-4 મિનિટ).

સ્ટેપ્સ-6 આલુ-મટર ઉમેરો:

સમારેલા બટાકા અને મટર નાખો, મીઠું અને 1 કપ પાણી ઉમેરો. ઢાંકીને 10-12 મિનિટ ધીમા તાપે બટેટસ નરમ થાય ત્યાં સુધી રાંધો.

સ્ટેપ્સ-7 સર્વ કરો:

ગરમ મસાલો નાખી, બરાબર મિક્સ કરો. ધાણાભાજીથી ગાર્નિશ કરી, રોટી કે ચોખા સાથે પીરસો. તમે કૂકરમાં પણ આ આલુ-મટરનું શાક બનાવી શકો છો.

અળસીના બીજમાં કયા વિટામીન જોવા મળે છે?