શું તમે જાણો છો, ખાલી પેટ તજનું પાણી પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ સાથે જ તેના એન્ટી ઑક્સિડેન્ટ અને એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી ગુણથી સ્વાસ્થ્યને જબરદસ્ત ફાયદા થાય છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...
તજનું પાણી પીવાથી પાચન એન્જાઈમ સક્રિય થાય છે. જેના પરિણામે ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
તજમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટિ-વાયરલ અને એન્ટિ-માઇક્રોબાયલ ગુણધર્મો હોય છે. જેનાથી ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે. જેના પરિણામે શરીરને ચેપથી બચાવવામાં મદદ મળે છે.
તજ ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારવામાં મદદ કરી શકે છે, જેનાથી બ્લડ સુગરનું સ્તર નિયંત્રિત રહે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
તજનું પાણી પીવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે અને ભૂખ પણ કંટ્રોલમાં આવે છે. જેના પરિણામે તમે ઑવર ઈટિંગથી બચી જાવ છો અને તમારું વજન પણ ઉતરે છે.
તજના પાણીમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ ગુણધર્મો શરીરને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી બચાવે છે. તજમાં સોજા ઘટાડનારા ગુણધર્મો છે, જે શરીરની વધારાની ચરબીને ઓગાળે છે.
તજમાં હોર્મોનલ સંતુલન જાળવવામાં મદદ કરતા ગુણધર્મો હોય છે. જે માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.