ભીંડા એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ શાકભાજી છે, પરંતુ કેટલાક લોકો માટે તે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. તો ચાલો કોણે ભીંડા ભૂલથી પણ ના ખાવા જોઈએ, તેના વિશે જાણીએ. જેથી આપને યોગ્ય જાણકારી મળી રહે.
ભીંડામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જેનાથી કબજિયાત, ઝાડા અને પેટમાં દુખાવો જેવી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આથી પાચન સબંધિત સમસ્યાથી પરેશાન લોકોએ ભીંડા ખાવાથી દૂર રહેવું જોઈએ
ભીંડામાં કેટલાક એવા તત્વો હોય છે, જે અસ્થમાથી પીડિત લોકો માટે ખૂબ જ નુકસાનકારક નીવડી શકે છે. જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
કેટલાક લોકોને ભીંડાથી એલર્જી થઈ શકે છે, જેનાથી ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અને સોજા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ભીંડાનું વધુ પડતું સેવન કરવાથી ગર્ભવતી મહિલાઓને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. જે તેમના સ્વાસ્થ્ય અને બાળકના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી.
ભીંડામાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, જેનાથી કિડનીની સમસ્યાઓવાળા લોકો માટે તે હાનિકારક હોઈ શકે છે.
ભીંડામાં રહેલા ઓક્સાલેટ્સ યુરિક એસિડના ક્રિસ્ટલાઇઝેશનને પ્રોત્સાહન આપે છે, જેનાથી સાંધામાં દુખાવો અને સોજાની સમસ્યા થાય છે.