ઘણીવાર રાત્રિના સમયે ભોજન કર્યા પછી છાતીમાં બળતરા થઈ શકે છે. આવું થવાના કેટલાક મુખ્ય કારણો હોઈ શકે છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
જો તમને મોડી રાત્રે ભોજન કરવાની આદત હોય તો તેનાથી છાતીમાં બળતરાની સમસ્યા થઈ શકે છે.
ઘણા લોકો અવારનવાર ભોજન કર્યા પછી તરત જ સૂઈ જાય છે. જેના કારણે ભોજન યોગ્ય રીતે પચતું નથી અને છાતીમાં બળતરાની સમસ્યા થઈ શકે છે.
જો તમને વધુ ચા-કોફીનું સેવન કરવાની આદત હોય તો તેનાથી છાતીમાં બળતરા થવાની સંભાવના વધી જાય છે.
ઘણા લોકોના પેટમાં ભોજન પચતી વખતે વધુ એસિડ બને છે, જેનાથી છાતીમાં બળતરા થઈ શકે છે.
જો તમારું વજન ઝડપથી વધી ગયું હોય તો તેનાથી તમને ભોજન કર્યા પછી છાતીમાં બળતરાની સમસ્યા થઈ શકે છે.
જો તમને વારંવાર છાતીમાં બળતરા થઈ રહી હોય તો આવા કિસ્સામાં આ વિષય વિશે એકવાર ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.