IND vs PAK: એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ એકવાર ફરી ઝેર ઓક્યું છે. આફ્રિદી કે જે અવારનવાર ભારત અને ભારતીય ખેલાડીઓ પર કટાક્ષ કરતા રહે છે, તેણે ‘વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ’ (WCL) મેચ વિવાદને ફરીથી ઉઠાવ્યો છે. એશિયા કપ મેચ પહેલા શાહિદ આફ્રિદીએ યુવરાજ સિંહ અને શિખર ધવન પર નિવેદન આપતાં કટાક્ષ કર્યો છે.
શિખર ધવન અને શાહીદ આફ્રિદી વિશે શું કહ્યું
શાહીદ આફ્રિદીએ પૂર્વ ભારતીય ઓપનર શિખર ધવન વિશે કહ્યું કે ધવને ભારત-પાકિસ્તાનના તણાવપૂર્ણ સંબંધોને કારણે પાકિસ્તાન વિરુદ્ધ WCL મેચ રમવાની ના પાડી દીધી હતી. આફ્રિદીએ કહ્યું હું હંમેશા કહેતો આવ્યો છું કે ક્રિકેટ રમવું જોઈએ. તે હંમેશા બંને દેશોના સંબંધો સુધારવામાં મદદ કરે છે. ઇંગ્લેન્ડમાં લોકોએ WCL મેચ જોવા માટે ટિકિટ ખરીદી હતી અને ખેલાડીઓ અભ્યાસ કરી રહ્યા હતા, પછી તમે રમ્યા નહીં. આ વિચાર મને સમજાતો નથી.
Is Afridi talking about Irfan Pathan? pic.twitter.com/rvb40qDG7k
— Ghumman (@emclub77) September 10, 2025
આફ્રિદીએ કહ્યું કે જો હું નામ લઉં તો ભારતના ઘણા ખેલાડીઓ ફસાઈ જશે. જે ખેલાડીને મેં ખરાબ ઈંડું કહ્યું, તેના કેપ્ટન (યુવરાજ સિંહ) એ કહ્યું કે જો રમવું ન હોય તો ન રમો, બસ સોશિયલ મીડિયા પર કંઈ ન લખો. પરંતુ તે ખેલાડીનો હેતુ અલગ હતો, તેથી તે ખરાબ ઈંડું હતું.
આ પણ વાંચો
એશિયા કપના કોમેન્ટ્રી કરનાર ખેલાડીઓ પર કર્યો કટાક્ષ
આફ્રિદીએ એમ પણ કહ્યું કે હવે આ ખેલાડીઓ એશિયા કપમાં કોમેન્ટ્રી કરી રહ્યા છે. એશિયા કપમાં કોમેન્ટ્રી કરનારા ભારતીયોમાં અંબાતી રાયડુ, ઇરફાન પઠાણ, રોબિન ઉથપ્પા અને વરુણ એરોનનો સમાવેશ થાય છે. આ બધા વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજન્ડ્સમાં ભારતીય ટીમનો ભાગ પણ રહ્યા હતા. આ બધાએ પાકિસ્તાન સામે રમવાની ના પાડી હતી અને તેનાથી પાકિસ્તાનની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું. કેટલાક ખેલાડીઓ હજુ પણ એ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ ભારતીય છે.