Asia Cup 2025 Match Timings: એશિયન ક્રિકેટના સૌથી મોટા મહાકુંભ, એશિયા કપ 2025ની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે. આ વખતે ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે, જેમાં કુલ આઠ ટીમો ભાગ લેશે. 28 સપ્ટેમ્બરે ફાઇનલ મેચ સાથે ટૂર્નામેન્ટનું સમાપન થશે. તમામ મેચો દુબઈ અને અબુ ધાબીમાં યોજાશે.
ટૂર્નામેન્ટનું ફોર્મેટ અને સમય
એશિયા કપમાં ભાગ લેનારી તમામ આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. લીગ તબક્કામાં દરેક ટીમ ત્રણ-ત્રણ મેચ રમશે. આ પછી, સુપર-4 રાઉન્ડ રમાશે. ટૂર્નામેન્ટમાં ફક્ત એક જ ડબલ હેડર મેચ છે, જ્યારે અન્ય બધી મેચો ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ડબલ હેડરના દિવસે, સાંજની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5:30 વાગ્યે શરૂ થશે.
એશિયા કપ 2025માં ભાગ લેનારી ટીમો:
- ગ્રુપ A: ભારત, પાકિસ્તાન, UAE, ઓમાન
- ગ્રુપ B: શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, હોંગકોંગ
એશિયા કપ 2025 માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.
એશિયા કપ શેડ્યૂલ 2025 (Asia Cup 2025 Schedule)
તારીખ | મેચ | ગ્રુપ/સ્ટેજ | સમય (IST) | સ્થળ |
9 સપ્ટેમ્બર 2025 | અફઘાનિસ્તાન vs હોંગકોંગ ચીન | ગ્રુપ B | 8:00 PM | અબુ ધાબી |
10 સપ્ટેમ્બર 2025 | ભારત vs યુએઈ | ગ્રુપ A | 8:00 PM | દુબઈ |
11 સપ્ટેમ્બર 2025 | બાંગ્લાદેશ vs હોંગકોંગ ચીન | ગ્રુપ B | 8:00 PM | અબુ ધાબી |
12 સપ્ટેમ્બર 2025 | પાકિસ્તાન vs ઓમાન | ગ્રુપ A | 8:00 PM | દુબઈ |
13 સપ્ટેમ્બર 2025 | બાંગ્લાદેશ vs શ્રીલંકા | ગ્રુપ B | 8:00 PM | અબુ ધાબી |
14 સપ્ટેમ્બર 2025 | ભારત vs પાકિસ્તાન | ગ્રુપ A | 8:00 PM | દુબઈ |
15 સપ્ટેમ્બર 2025 | યુએઈ vs ઓમાન | ગ્રુપ A | 8:00 PM | અબુ ધાબી |
15 સપ્ટેમ્બર 2025 | શ્રીલંકા vs હોંગકોંગ ચીન | ગ્રુપ B | 5:30 PM | દુબઈ |
16 સપ્ટેમ્બર 2025 | બાંગ્લાદેશ vs અફઘાનિસ્તાન | ગ્રુપ B | 8:00 PM | અબુ ધાબી |
17 સપ્ટેમ્બર 2025 | પાકિસ્તાન vs યુએઈ | ગ્રુપ A | 8:00 PM | દુબઈ |
18 સપ્ટેમ્બર 2025 | શ્રીલંકા vs અફઘાનિસ્તાન | ગ્રુપ B | 8:00 PM | અબુ ધાબી |
19 સપ્ટેમ્બર 2025 | ભારત vs ઓમાન | ગ્રુપ A | 8:00 PM | અબુ ધાબી |
20 સપ્ટેમ્બર 2025 | ગ્રુપ બી ક્વોલિફાયર 1 vs ગ્રુપ બી ક્વોલિફાયર 2 | સુપર 4 | 8:00 PM | દુબઈ |
21 સપ્ટેમ્બર 2025 | ગ્રુપ એ ક્વોલિફાયર 1 vs ગ્રુપ એ ક્વોલિફાયર 2 | સુપર 4 | 8:00 PM | દુબઈ |
23 સપ્ટેમ્બર 2025 | ગ્રુપ એ ક્વોલિફાયર 1 vs ગ્રુપ બી ક્વોલિફાયર 2 | સુપર 4 | 8:00 PM | અબુ ધાબી |
24 સપ્ટેમ્બર 2025 | ગ્રુપ બી ક્વોલિફાયર 1 vs ગ્રુપ એ ક્વોલિફાયર 2 | સુપર 4 | 8:00 PM | દુબઈ |
25 સપ્ટેમ્બર 2025 | ગ્રુપ એ ક્વોલિફાયર 2 vs ગ્રુપ બી ક્વોલિફાયર 2 | સુપર 4 | 8:00 PM | દુબઈ |
26 સપ્ટેમ્બર 2025 | ગ્રુપ એ ક્વોલિફાયર 11 | સુપર 4 | 8:00 PM | દુબઈ |
28 સપ્ટેમ્બર 2025 | ફાઇનલ | ફાઇનલ | 8:00 PM | દુબઈ |
તારીખ | મેચ | ગ્રુપ | સમય (IST) | સ્થળ |
10 સપ્ટેમ્બર 2025 | ભારત vs યુએઈ | ગ્રુપ A | 8:00 PM | દુબઈ |
14 સપ્ટેમ્બર 2025 | ભારત vs પાકિસ્તાન | ગ્રુપ A | 8:00 PM | દુબઈ |
19 સપ્ટેમ્બર 2025 | ભારત vs ઓમાન | ગ્રુપ A | 8:00 PM | અબુ ધાબી |