Kesar Kaju Katli: મીઠાઈ ની દુકાન જેવી કાજુ કતરી બનાવવાની રેસીપી

બજારમાં મળથી કાજુ કતરીમાં કેટલા કાજુ અને કેટલી બીજી વસ્તુ હોય તે કહેવું મુશ્કેલ હોય છે. પરંતુ તમે જો ઘરે કાજુ કતરી બનાવવા ઈચ્છા હોય તો અહીં ગુજરાતી જાગરણ તમને રેસિપી જણાવશે.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Tue 09 Sep 2025 07:02 PM (IST)Updated: Tue 09 Sep 2025 07:02 PM (IST)
kesar-kaju-katli-recipe-know-ingredients-and-easy-steps-to-make-at-home-600292

Kesar Kaju Katli Recipe: બજારમાં મળથી કાજુ કતરીમાં કેટલા કાજુ અને કેટલી બીજી વસ્તુ હોય તે કહેવું મુશ્કેલ હોય છે. પરંતુ તમે જો ઘરે કાજુ કતરી બનાવવા ઈચ્છા હોય તો અહીં ગુજરાતી જાગરણ તમને રેસિપી જણાવી રહ્યું છે. આ સ્ટેપ ફોલો કરી તમે પણ બજાર જેવી કાજુ કતરી બનાવી શકો છો.

કાજુ કતરી બનાવવાની સામગ્રી:

  • કાજુના ટુકડા: 500 ગ્રામ (અથવા 4 વાટકી)
  • ખાંડ: 300 ગ્રામ (અથવા 1.5 વાટકી/દોઢ કપ)
  • દૂધ (માવા માટે): 500 મિલી (અથવા અડધો લીટર)
  • પાણી (ચાસણી માટે): 1 કપ (અથવા ખાંડ ડૂબે તેટલું)
  • ઘી: 1 મોટી ચમચી (અને ગ્રીસ કરવા માટે)
  • એલચી પાવડર: અડધી ચમચી
  • ચાંદીનો વરખ (વૈકલ્પિક): શણગાર માટે

કાજુ કતરી બનાવવાની બનાવવાની રીત:

કાજુનો પાવડર બનાવવો

  • કાજુ ગ્રાઇન્ડ કરો: 500 ગ્રામ કાજુના ટુકડાને નાના મિક્સર જારમાં લો. મિક્સરને પલ્સ મોડ પર (રિવર્સ બાજુ ચાલુ-બંધ કરતા જઈને) ગ્રાઇન્ડ કરો જેથી તેમાંથી તેલ ન છૂટે અને એકદમ સૂકો અને ઝીણો ભૂકો તૈયાર થાય.
  • કાજુનો પાવડર ચાળો: તૈયાર થયેલા કાજુના ભૂકાને ચાયણીની મદદથી ચાળી લો જેથી એક સરખો પાવડર મળે. જો કોઈ મોટા ટુકડા રહી જાય, તો તેને ફરીથી ગ્રાઇન્ડ કરીને ચાળી લો. આ રીતે ફક્ત 5 મિનિટમાં કાજુનો પાવડર તૈયાર થઈ જશે.
  • માપો: તૈયાર થયેલો કાજુનો ભૂકો લગભગ 4 વાટકી જેટલો થશે.

માવો બનાવવો

  • દૂધ ઉકાળો: એક પેનમાં 500 મિલી દૂધ લો. શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખીને દૂધમાં એક ઉભરો આવવા દો.
  • માવો તૈયાર કરો: દૂધ ઉકળવા લાગે પછી ગેસની ફ્લેમ મીડીયમ કરી દો અને દૂધને હલાવતા રહીને થોડું ખાટું કરી લો. લગભગ 12-15 મિનિટમાં દૂધની ક્વોન્ટિટી ઓછી થઈ જશે.
  • ઘટ્ટ કરો: આ સમયે ગેસની ફ્લેમ ધીમી કરીને, દૂધ એકદમ ઘટ્ટ થઈને માવો તૈયાર ન થાય અને પેનની સપાટી ન છોડે ત્યાં સુધી હલાવતા રહો. આ પ્રક્રિયામાં લગભગ 20 મિનિટ લાગશે.
  • માવો ઠંડો કરો: ગેસ બંધ કરીને માવાના મિશ્રણને એક બાઉલમાં કાઢીને ઠંડુ થવા દો. આ માવાને લીધે કાજુ કતરી એકદમ સોફ્ટ બનશે અને તેની ક્વોન્ટિટી પણ વધશે.

ખાંડની ચાસણી બનાવવી

  • ખાંડ ઓગાળો: જાડા તળિયાવાળા વાસણમાં 1.5 કપ (300 ગ્રામ) ખાંડ લો અને તેમાં 1 કપ પાણી ઉમેરો. ખાંડ ડૂબે તેટલું પાણી હોવું જોઈએ.
  • ચાસણી તૈયાર કરો: મીડીયમ ગેસની ફ્લેમ પર ખાંડને ઓગાળી લો. આમાં 2-3 મિનિટ લાગશે.
  • ચાસણીની ઘનતા તપાસો: આપણે કાજુ કતરી માટે એક ઘાટા તારની ચાસણી બનાવવાની છે.
  • ચાસણી ચેક કરવા માટે, થોડા ટીપાં ડીશ પર મૂકીને 2 મિનિટ માટે ઠંડા થવા દો. જો ચાસણીનું ટીપું નીચે પડી જાય તો તે પાતળી છે અને તેને વધુ ઘટ્ટ કરવી પડશે.
  • વધુ 5-7 મિનિટ હલાવીને ઘટ્ટ કરો.
  • ફરીથી ડીશ પર ટીપાં મૂકીને 2 મિનિટ ઠંડા કરો. જો ટીપું જરા પણ ન પડે તો ચાસણી તૈયાર છે.
  • વૈકલ્પિક રીતે, થોડી ચાસણી આંગળી અને અંગૂઠા વચ્ચે લઈને જુઓ. જો એક ઘાટો તાર બને જે તૂટતો ન હોય તો ચાસણી સંપૂર્ણપણે તૈયાર છે.

કાજુ કતરીનું મિશ્રણ બનાવો

  • માવો અને એલચી પાવડર ઉમેરો: તૈયાર થયેલી ગરમ ચાસણીમાં તૈયાર માવો અને અડધી ચમચી એલચી પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. માવો ગરમ ચાસણીમાં સારી રીતે ભળી જશે.
  • કાજુ પાવડર અને ઘી ઉમેરો: હવે તેમાં તૈયાર કાજુનો પાવડર ઉમેરીને ચાસણી સાથે સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ, એક મોટી ચમચી ઘી ઉમેરીને ધીમા ગેસ પર મિશ્રણને ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરો.
  • કુક કરવાની સાવચેતી: મિક્સરને કુક કરતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની ખાસ કાળજી લો, નહીંતર મિશ્રણ પેનના તળિયે ચોંટી જશે.
  • તપાસો: લગભગ 5-6 મિનિટમાં મિક્સર ઘટ્ટ થઈને પેનની સપાટી છોડવા લાગશે. મિક્સર બરાબર સેટ થશે કે નહીં તે તપાસવા માટે, થોડું મિશ્રણ પ્લેટમાં લઈને ઠંડું કરો અને 2 મિનિટ પછી હાથની આંગળીની મદદથી ગોળી વાળી જુઓ. જો ગોળી વળી જાય, તો મિક્સર સેટ થવા માટે તૈયાર છે. જો મિક્સર ઢીલું લાગે તો તેને ધીમા ગેસ પર થોડીવાર વધુ કુક કરો.
  • ગેસ બંધ કરો: મિશ્રણ તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.

કાજુ કતરીને વણો અને કાપો

  • મિશ્રણને મસળો: આ સ્ટેપ કાજુ કતરી બનાવવામાં સૌથી મહત્વપૂર્ણ છે. એક પ્લાસ્ટિકની શીટ પર ઘી લગાવીને ગ્રીસ કરો. તેની ઉપર કાજુ કતરીનું મિક્સર એડ કરો અને સારી રીતે મસળી લો. 2-3 મિનિટ મસળવાથી કાજુ કતરી એકદમ સ્મૂથ ટેક્સચર સાથે તૈયાર થશે. મિક્સર હાથમાં ચોંટવું ન જોઈએ.
  • વણવું: મસળેલા મિક્સર પર બીજું પ્લાસ્ટિક રાખીને વેલણની મદદથી તેને વણી લો. તમે તેને મિડીયમ થીકનેસમાં કે પાતળું પણ રાખી શકો છો.
  • વરખ લગાવો (વૈકલ્પિક): બજાર જેવો દેખાવ આપવા માટે, વણેલા મિક્સર પર થોડું ઘી લગાવીને ચાંદીનો વરખ ચોંટાડી દો.
  • સેટ થવા દો: વરખ લગાવ્યા પછી મિક્સરને 2-3 કલાક માટે સેટ થવા દો.

કાજુ કતરીના પીસ તૈયાર કરવા અને સ્ટોર કરવા

  • કાપા કરો: સ્કેલની મદદથી સૌથી પહેલાં ઊભા કાપા કરો અને પછી આડા કાપા કરીને ડાયમંડ શેપમાં કાજુ કતરીના પીસ તૈયાર કરી લો.
  • સર્વ કરો: પીસને અલગ કરીને સર્વ કરો. આ કાજુ કતરી એકદમ સોફ્ટ અને મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવી તૈયાર થશે.
  • સંગ્રહ: તૈયાર થયેલી કાજુ કતરીને એર ટાઈટ કન્ટેનરમાં ભરીને બહાર 15 દિવસ સુધી અને રેફ્રિજરેટરમાં એક મહિના સુધી સ્ટોર કરી શકાય છે.