સુરતના પ્રખ્યાત ટામેટાના ભજીયા બનાવવાની રીત

સુરતના પ્રખ્યાત ટામેટાના ભજીયામાં સાચી કમાલ ગ્રીન ચટણીની છે. આ ગ્રીન ચટણી કેવી રીતે બનાવવી તેની રેસિપી પણ ગુજરાતી જાગરણ તમને અહીં મોકલશે.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Mon 08 Sep 2025 08:16 PM (IST)Updated: Mon 08 Sep 2025 08:16 PM (IST)
famous-tomato-bhajiya-of-dumas-beach-surat-na-famous-tomato-na-bhajiya-recipe-599772

Surat Na famous Tomato Na Bhajiya Recipe l સુરતના પ્રખ્યાત ટામેટાના ભજીયા: ટામેટાના ભજીયાનું નામ આવે એટલે સુરતના ડુમ્મસ બીચ પર મળતા ટામેટાના ભજીયા યાદ આવે. સુરતના પ્રખ્યાત ટામેટાના ભજીયામાં સાચી કમાલ ગ્રીન ચટણીની છે. આ ગ્રીન ચટણી કેવી રીતે બનાવવી તેની રેસિપી પણ ગુજરાતી જાગરણ તમને અહીં મોકલશે.

સુરતના પ્રખ્યાત ટામેટાના ભજીયાની સામગ્રી: (સુરતના પ્રખ્યાત ટામેટાના ભજીયા બનાવવાની રીત | Tomato Bhajiya | pakoda recipe)

ચટણી માટે:

  • ટામેટાં: 2 મધ્યમ કદના, કાપેલા
  • ડુંગળી: 1 મધ્યમ કદની, કાપેલી
  • આદુ-લસણની પેસ્ટ: 1 ટેબલસ્પૂન
  • લીલા મરચાની પેસ્ટ: 1 ટેબલસ્પૂન
  • જીરું: 1/2 ટી સ્પૂન
  • મીઠું: 1 ટી સ્પૂન કરતાં ઓછું (સ્વાદ મુજબ)
  • લાલ મરચાનો પાવડર: 1/2 ટી સ્પૂન
  • કાશ્મીરી લાલ મરચાનો પાવડર: 1 ટી સ્પૂન
  • ખાંડ: 1 ટેબલસ્પૂન
  • તેલ: 1 ટેબલસ્પૂન

ભજીયાના બેટર માટે:

  • ચણાનો લોટ (બેસન): 1 કપ
  • ચોખાનો લોટ: 2 ટેબલસ્પૂન
  • મીઠું: 1 ટી સ્પૂન
  • આદુ-લસણની પેસ્ટ: 1 ટી સ્પૂન
  • લીલા મરચાની પેસ્ટ: 1 ટી સ્પૂન
  • આખા ધાણા: 1 ટી સ્પૂન (થોડા ક્રશ કરેલા)
  • હળદર: 1/4 ટી સ્પૂન
  • ગરમ મસાલો: 1/2 ટી સ્પૂન
  • પાણી: 1/2 કપ કરતાં ઓછું (બેટરની જરૂરિયાત મુજબ)
  • જીરાળું: 1/2 ટી સ્પૂન
  • કુકિંગ સોડા: 1 ચપટી
  • તળવા માટે તેલ: જરૂર મુજબ

અન્ય સામગ્રી:

લાલ ટામેટાં: મધ્યમ કદના અને કડક, સ્લાઈસ કરવા માટે

આ રીતે સુરતના પ્રખ્યાત ટામેટાના ભજીયા ઘરે બનાવો (Surti Tameta na bhajiya recipe)

1). ચટણી તૈયાર કરવી:

  • એક મિક્સર ગ્રાઈન્ડરમાં કાપેલા ટામેટાં, ડુંગળી, આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, જીરું, મીઠું, લાલ મરચાનો પાવડર, કાશ્મીરી લાલ મરચાનો પાવડર, ખાંડ અને 1 ટેબલસ્પૂન તેલ લો.
  • પાણી ઉમેર્યા વગર, આ બધી સામગ્રીને એકદમ ઘટ્ટ અને લીસી પેસ્ટ બને ત્યાં સુધી પીસી લો. તમારી ચટણી તૈયાર છે.

2). ભજીયાનું બેટર બનાવવું:

  • એક મોટા બાઉલમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ ભેગા કરો.
  • તેમાં મીઠું, આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, ક્રશ કરેલા આખા ધાણા, હળદર, ગરમ મસાલો અને 2 ટેબલસ્પૂન તેલ ઉમેરો.
  • હવે ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને હાથથી અથવા ચમચાથી હલાવીને એકદમ સ્મૂથ અને ઘટ્ટ બેટર તૈયાર કરો. બેટરની કન્સિસ્ટન્સી મધ્યમ જાડી હોવી જોઈએ, ખૂબ પાતળી નહીં. આ માટે 1/2 કપ કરતાં ઓછું પાણી લાગશે.
  • જ્યારે તમે ભજીયા તળવા જઈ રહ્યા હો, ત્યારે બેટરમાં 1/2 ટી સ્પૂન જીરાળું અને 1 ચપટી કુકિંગ સોડા ઉમેરીને હળવા હાથે મિક્સ કરી લો. સોડા ઉમેર્યા પછી વધારે હલાવવું નહીં.

3). ટામેટા તૈયાર કરવા:

  • મધ્યમ કદના લાલ અને કડક ટામેટાં લો. એક ટામેટામાંથી 4 થી 5 પાતળી ગોળ સ્લાઈસ તૈયાર કરો. સ્લાઈસ વધારે જાડી કે પાતળી ન હોવી જોઈએ.
  • હવે, દરેક ટામેટાની સ્લાઈસ પર તૈયાર કરેલી ચટણીનું એક ઘટ્ટ લેયર લગાવો. એક સ્લાઈસ પર લગભગ એક ચમચી જેટલી ચટણી લગાડી શકાય છે.
  • ચટણી લગાવેલી સ્લાઈસ ઉપર બીજી ટામેટાની સ્લાઈસ મૂકીને એક સેન્ડવીચ જેવું તૈયાર કરો.

4). ભજીયા તળવા:

  • એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ મધ્યમ ગરમ હોવું જોઈએ.
  • તૈયાર કરેલી ટામેટા-ચટણીની સેન્ડવીચને બેટરમાં બરાબર ડુબાડો, જેથી ટામેટું સંપૂર્ણપણે બેટરથી કવર થઈ જાય.
  • બેટર લગાવેલી ટામેટાની સ્લાઈસને ધીમેથી ગરમ તેલમાં મૂકો. એકસાથે વધારે ભજીયા ન નાખવા.
  • ભજીયાને તરત જ પલટાવવા નહીં. નીચેની બાજુ થોડા ચડી જાય અને ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દો.
  • પછી ધીમેથી પલટાવીને બીજી બાજુ પણ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
  • બધા ભજીયા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને તેલમાંથી કાઢી લો.
  • તૈયાર છે સુરતના પ્રખ્યાત, અંદરથી ચટપટા અને બહારથી ક્રિસ્પી ટામેટાના ભજીયા!