Nepal Protest: નેપાળમાં શું થઈ રહ્યું છે… પૂર્વ પીએમ ઝાલનાથ ખનાલની પત્નીને જીવતાં સળગાવી દેવામાં આવ્યાં, મૃત્યુ

પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ગંભીર હાલતમાં કીર્તિપુર બર્ન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Tue 09 Sep 2025 07:33 PM (IST)Updated: Tue 09 Sep 2025 07:33 PM (IST)
nepal-protest-what-is-happening-in-nepal-former-pm-jhalnath-khanals-wife-was-burned-alive-died-600322

Nepal Protest: નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે, એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. વિરોધીઓના ટોળાએ દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઝાલનાથ ખનાલના ઘર પર હુમલો કર્યો અને તેને આગ લગાવી દીધી. આ ઘટનામાં ખનાલના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકરને પણ વિરોધીઓએ નિશાન બનાવ્યા હતા. તેઓ ખરાબ રીતે દાઝી ગયા હતા અને તેમનું મૃત્યુ થયું છે. આ ઘટના દલ્લુ સ્થિત તેમના નિવાસસ્થાને બની હતી, જ્યાં વિરોધીઓએ તેમને ઘરની અંદર ઘેરી લીધા હતા અને આગ લગાવી દીધી હતી.

સારવાર દરમિયાન મૃત્યુ
પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ગંભીર હાલતમાં કીર્તિપુર બર્ન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. આ ઘટનાથી મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. સોમવારથી શરૂ થયેલ Gen-Z વિરોધ હવે વધુ હિંસક બન્યો છે. આ હુમલા અંગે અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

ખનાલને સેનાએ બચાવ્યા
સીપીએન (યુનિફાઇડ સોશિયાલિસ્ટ)ના નેતા નરેશ શાહીના જણાવ્યા અનુસાર, વિરોધીઓએ ઘરની અંદર આગ લગાવી દીધી હતી જેના કારણે તેણી ગંભીર રીતે ઘાયલ થયા હતાં. તેમના જણાવ્યા મુજબ, જ્યારે વિરોધીઓએ ઘરને આગ લગાવી ત્યારે તેણી તેના પુત્ર નિર્ભિક ખનાલ સાથે ઘરમાં જ હતાં. આગમાં લપેટાયા બાદ તેમણે છાવણીમાં આવેલી નેપાળ આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. શાહીના જણાવ્યા મુજબ, તેમણે અહીં આઈસીયુમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ તે ખરાબ રીતે દાઝી ગયાં હતાં. આ કારણે, તેમણે કીર્તિપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. ઘરમાં આગ લાગે તે પહેલાં જ નેપાળ આર્મી દ્વારા ઝાલનાથ ખનાલને બચાવી લીધા હતા.

ઝાલાનાથ ખાનાલ નેપાળના 35મા વડા પ્રધાન રહ્યા છે અને ફેબ્રુઆરી 2011થી ઓગસ્ટ 2011 સુધી આ પદ સંભાળ્યું હતું. તેઓ નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને CPNના બંધારણ સભા સંસદીય પક્ષના નેતા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.