KP Sharma Oli: નેપાળમાં સોશિયલ મીડિયા પરના પ્રતિબંધ અને સિસ્ટમમાં ભ્રષ્ટાચારના વિરોધમાં જેન જી પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતર્યા હતા, જેના દબાણ હેઠળ કેપી ઓલીએ નેપાળના પીએમ પદેથી રાજીનામું આપી દીધું છે. નેપાળી મીડિયા રિપોર્ટ્સમાં એવું સામે આવ્યું છે કે કેપી ઓલી દેશ છોડીને દુબઈ ભાગી શકે છે.
કેપી ઓલી સહિત 10 મંત્રીઓના રાજીનામા
નેપાળમાં અનેક જગ્યાઓ પર બીજા દિવસે પણ વિરોધ યથાવત છે અને હિંસાના અહેવાલો સામે આવી રહ્યા છે. કેપી ઓલી સહિત ગૃહમંત્રી, સ્વાસ્થ્યમંત્રી અને કૃષિ મંત્રી સહિત 10 મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.
દુબઈ છોડીને ભાગી શકે છે કેપી ઓલી
વડાપ્રધાનના નજીકના સૂત્રો અનુસાર કેપી ઓલી દેશ છોડીને દૂબઈ જવાની યોજના બનાવી રહ્યા છે. અહેવાલો અનુસાર વડાપ્રધાન ઓલીને નેપાળથી લઈ જવા માટે એક ખાનગી એરલાઈન, હિમાલય એરલાઈન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. એક પ્રાઈવેટ જેટ દ્વારા ઓલી દુબઈ ભાગી જવાની યોજના કરી રહ્યા છે.
આ પણ વાંચો
મહત્વનું છે કે નેપાળમાં કેપી ઓલીની સરકાર કોંગ્રેસના સમર્થનથી ચાલી રહી છે. નેપાળમાં લોકતંત્ર લાગુ થયા બાદ કોઈ પણ વડાપ્રધાને અત્યાર સુધી 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી.