Charlie Kirk Death News: અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના ગણાતા ચાર્લી કિર્કની જાહેર કાર્યક્રમમાં બધાની સામે ગોળી મારીને હત્યા કરાઈ છે. 31 વર્ષીય ચાર્લી કિર્કની હત્યા ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યું છે, કારણ કે તેઓ ટ્રમ્પના ખાસ વ્યક્તિ હતા અને યુવાઓને પ્રભાવિત કરવામાં તેમની મહત્વની ભૂમિકા હતી.
Charlie Kirkની હત્યા કેવી રીતે થઈ
ટર્નિગ પોઈન્ટના અધ્યક્ષ ચાર્લી કિર્ક 10 સપ્ટેમ્બરના રોજ યુટાના ઓરેમ સ્થિત યુટા વેલી વિશ્વવિદ્યાલય પરિસરમાં એક મોટી ભીડને ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમના ગળામાં ગોળી વાગી અને તેઓ ખુરશી પરથી પડી ગયા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પરંતુ તેમનું મૃત્યુ થયું.
FBI ડાયરેક્ટર કાશ પટેલના જણાવ્યા અનુસાર શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. જો કે કેટલાક અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપી હજી પણ ફરાર છે. તપાસમાં રાજનીતિક દુશ્મનીની શંકા પણ સામે આવી છે. કારણ કે કિર્કના વિચાર વિવાદાસ્પદ હતા. ચાલો જાણીએ કે કોણ છે ચાર્લી કિર્ક…
કોણ છે Charlie Kirk
ચાર્લી કિર્ક ડોનાલ્ડ ટ્રમ્પના રાજનીતિક અભિયાનનો મહત્વનો ભાગ હતા. 18 વર્ષની ઉંમરમાં તેમણે રાઈટ વિંગ છાત્ર સમુહ ટર્નિગ પોઈન્ટ યુએસએની સહ- સ્થાપના કરી અને ટ્રમ્પના શાસનકાળમાં રિપબ્લિકન પાર્ટીમાં એક ઉભરતા સિતારા બન્યા. તેમણે રાઈટ વિંગવાળા યુવાઓને પ્રેરિત કર્યા. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પની એટલી નજીક હતા કે અમેરિકી રાષ્ટ્રપતિએ તેમને યુવાનોને દિલને સમજનાર વ્યક્તિ કહ્યા હતા. ચાર્લી કિર્કની યુવાઓ પર સારી પકડ હતી.
કિર્કના પરિવારની વાત કરીએ તો તેમની પત્નીનું નામ એરિકા છે તે પૂર્વ મિસ એરિજોના યુએસએ સૌદર્ય પ્રતિયોગિતાની વિજેતા છે. તેમને બે બાળકો પણ છે.
ચાર્લીની એક્સ એકાઉન્ટ પર 5.3 મિલિયન ફોલોઅર્સ હતા અને તેમના રેડિયો કાર્યક્રમ 'ધ ચાર્લી કિર્ક શો' પોડકાસ્ટ માટે દર મહિને 5 લાખથી વધારે શ્રોતા આવતા હતા. તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે.