Valsad: પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, ત્યારે આજે ધરમપુર ખાતે 'ડેમ હટાવો સમિતિ'ના નેજા હેઠળ જન આક્રોશ રેલી યોજાઈ હતી. જેમાં ઉંમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમણે ભાજપ સરકાર આ પ્રોજેક્ટને કાયમી ધોરણે રદ્દ કરવા બાબતે શ્વેત
આ રેલીમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત અનેક સ્થાનિક આગેવાનોએ પણ ભાગ લીધો હતો.
આ તકે આદિવાસી નેતાએ જણાવ્યું કે, આ આદિવાસી સમાજના અસ્તિત્વની લડાઈ છે. એક-બે લાખથી કશું જ નહીં થાય. આપણે ડેમ જોઈતો જ નથી. આજે એકજૂટ થઈને કટીબદ્ધ થયા છીએ. કોઈ પણ સંજોગોમાં આદિવાસી સમાજના હકો પર તરાપ નહીં મારવા દઈએ.
જ્યારે કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, અમારી પાર્ટી આદિવાસીઓના જળ, જમીન અને જંગલના અધિકારીના રક્ષણ માટે સડકથી લઈને સંસદ સુધી લડાઈ લડશે.

કોંગ્રેસ નેતાઓ ભોળા આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે: ભાજપ
બીજી તરફ વલસાડના સાંસદ અને ભાજપ નેતાએ પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું કે, કોંગ્રેસ નેતાઓ ભોળી આદિવાસી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. 2023માં જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેકટ રદ્દ કરવામાં આવ્યો હોવાનું કહ્યું હતુ. તત્કાલીક જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે પણ પ્રોજેક્ટ રદ્દ કરવામાં આવ્યો હોવાનું લેખિતમાં આપી દીધુ છે. આ આદિવાસીઓના અસ્તીત્વની નહીં, પરંતુ કોંગ્રેસના અસ્તિત્વ બચાવવાની રેલી છે.