દક્ષિણ ગુજરાત ફરીથી તરબોળઃ તાપી જિલ્લો જળમગ્ન, પોણા 6 ઈંચ વરસાદમાં ડોલવણ ડૂબ્યું, નદીઓ ગાંડીતૂર

આજે 48 તાલુકામાં 1 ઈંચથી વધુ, 20 તાલુકામાં 2 ઈંચથી વધુ, 7 તાલુકામાં 3 ઈંચથી વધુ તેમજ 4 તાલુકામાં 4 ઈંચથી વધુન વરસાદ વરસ્યો છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 06 Jul 2025 05:33 PM (IST)Updated: Sun 06 Jul 2025 05:33 PM (IST)
tapi-news-156-taluka-gets-rain-across-the-state-till-4-pm-on-6th-july-561629
HIGHLIGHTS
  • આજે 156 તાલુકામાં નોંધપાત્ર વરસાદ
  • તાપી જિલ્લામાં અનેક રસ્તાઓ બંધ કરાયા

Gujarat Rain Data | Tapi: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે ફરીથી મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં બઘડાટી બોલાવી છે. જેમાં તાપી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સૌથી વધુ 146 મિ.મી (5.7 ઈંચ) વરસાદ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ખાબક્યો છે. આ સિવાય સુરતના બારડોલીમાં 125 મિ.મી (4.9 ઈંચ), ડાંગના સુબીરમાં 113 મિ.મી (4.4 ઈંચ), સુરતના પલસાણામાં 113 મિ.મી (4.4 ઈંચ), તાપીના વ્યારામાં 91 મિ.મી (3.5 ઈંચ), નવસારીના વાંસદામાં 85 મિ.મી (3.3 ઈંચ), તાપીના સોનગઢમાં 77 મિ.મી (3.3 ઈંચ), સુરત શહેરમાં 69 મિ.મી (2.7 ઈંચ), ડાંગના વઘઈમાં 68 મિ.મી (2.6 ઈંચ), તાપીના વલોદમાં 68 મિ.મી (2.6 ઈંચ) વરસાદ નોંધાયો છે.

આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 156 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 48 તાલુકામાં 1 ઈંચથી વધુ, 20 તાલુકામાં 2 ઈંચથી વધુ, 7 તાલુકામાં 3 ઈંચથી વધુ તેમજ 4 તાલુકામાં 4 ઈંચથી વધુન વરસાદ વરસ્યો છે.

જ્યારે સાંજે 4 થી 6 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન 90 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી ભાવનગરના વલ્લભીપુર અને અમરેલીના બાબરામાં સૌથી વધુ 55 મિ.મી (2.17 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય મહીસાગરના બાલાસિનોરમાં 50 મિ.મી, ભાવનગરના શિહોરમાં 37 મિ.મી, ભાવનગર શહેરમાં 32 મિ.મી, ઉમરાળામાં 29 મિ.મી વરસાદ વરસ્યો છે.

આજે વહેલી સવારથી તાપી જિલ્લામાં પડી રહેલા સાર્વત્રિક ભારે વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી ફરી વળતા અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. જેના પરિણામે જનજીવનને વ્યાપક અસર થઈ છે. બીજી તરફ ભારે વરસાદના કારણે જિલ્લાની અંબિકા, પૂર્ણા, મીંડોળા સહિત 5 નદીઓમાં પાણીની આવક થતાં ગાંડીતૂર બની છે.