Patan News: કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં આવેલ નવા નીરના વધામણાં કર્યા હતા. ત્યારબાદ સરસ્વતી નદીમાં ચાલી રહેલ રીવરફ્રન્ટની મુલાકાત લઈ સિદ્ધપુર પ્રાંત અધિકારી જય બારોટ તેમજ સંબંધિત અધિકારીઓ સાથે કામગીરી બાબતે સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, સિદ્ધપુરમાં સારો વરસાદના લીધે સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે. જેથી સિદ્ધપુર તેમજ આસપાસના વિસ્તારમાં આનંદ છવાયો છે. જેને લઇને આજે અમે માં સરસ્વતીના દર્શન કરી પૂજા અર્ચના કરી વિસ્તારની સુખ શાંતિ માટે માટે પ્રાર્થના કરી છે.
આવનાર સમયમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સપનું છે કે સરસ્વતી નદીમાં 365 દિવસ પાણી ભરાયેલ રહે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા સિદ્ધપુરમાં માં સરસ્વતી નદીની જે ભવ્યતા હતી તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
આ પ્રસંગે પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, એપીએમસી ચેરમેનશ્રી વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.