Gujarati Jagran 3rd Anniversary: દૈનિક જાગરણ સમૂહની ગુજરાતી આવૃત્તિ ગુજરાતી જાગરણને 9 સપ્ટેમ્બર 2025ના રોજ ત્રણ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યાં છે. ગુજરાતમાં ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન વાંચકોના હૃદયમાં ગુજરાતી જાગરણે સ્થાન મેળવ્યું છે. ત્યારે ગુજરાત સરકારના ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોધોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત દ્વારા ગુજરાતી જાગરણને ત્રણ વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છાઓ પાઠવી છે.
બળવંતસિંહ રાજપુતનો શુભેચ્છા સંદેશ
કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું છેકે, ડિજિટલ ન્યુઝ પ્લેટફોર્મ 'ગુજરાતી જાગરણ'ને ત્રણ વર્ષની યાત્રા પૂર્ણ કરી ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવું છું. વર્તમાન સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ મારફતે પ્રચાર-પ્રસાર અને વપરાશકારોને સરકારી યોજનાઓ, સહાય વિશેની સચોટ માહિતી અને નિષ્પક્ષ સમાચાર લોકો સુધી પહોંચાડવામાં ગુજરાતી જાગરણ દ્વારા પ્રયત્ન થયા છે.
આ ઉપરાંત સમયાંતરે જનજાગૃતિ, લોકશિક્ષણ, મનોરંજન જેવી બાબતોમાં માહિતીસભર ભાથું પીરસીને હકારાત્મક લોકમાનસનું ઘડતર કરે છે. “ગુજરાતી જાગરણ'ઉત્તરોત્તર સફળતાઓ સાથે ખૂબ નામના મેળવે તેવી અભ્યર્થના સહ આ ડિજિટલ ન્યુઝ પ્લેટફોર્મની સમગ્ર ટીમને હૃદયપૂર્વકની શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું.
જાગરણ ન્યૂ મીડિયા વિશે
જાગરણ ન્યૂ મીડિયા (JNM) એ જાગરણ પ્રકાશન લિમિટેડની ડિજિટલ વિંગ છે - ભારતના અગ્રણી મીડિયા અને કોમ્યુનિકેશન ગ્રુપ, જે પ્રિન્ટ, OOH, એક્ટિવેશન્સ, રેડિયો અને ડિજિટલમાં ફેલાયેલા છે. જાગરણ.કોમ એ જાગરણ ન્યૂ મીડિયાની મુખ્ય બ્રાન્ડ છે અને ભારતમાં નંબર 1 હિન્દી સમાચાર અને માહિતી સાઇટ છે (સ્ત્રોત: comScore MoMX મલ્ટી-પ્લેટફોર્મ; ઓગસ્ટ 2018). Jagran.com એ વિશ્વના સૌથી મોટા વાંચેલા દૈનિક અખબાર - દૈનિક જાગરણનું ઓનલાઈન સંસ્કરણ છે, જેના 29.6 મિલિયન વપરાશકર્તાઓ છે (comScore MMX મલ્ટી-પ્લેટફોર્મ; ઓગસ્ટ 2018).
જાગરણ ન્યૂ મીડિયા ગુજરાતી સમાચાર અને માહિતી સાઈટ એટલે ગુજરાતી જાગરણ. જે ગુજરાતી ભાષામાં ગુજરાત સાથે દેશ, વિદેશ, બોલીવૂડ, સ્પોર્ટ્સ, ધર્મ, હેલ્થ, રેસિપી સહિતના સમાચાર વાંચકોને પીરસી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતી જાગરણને ગુજરાતમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. તટસ્થ સમાચાર અને લોક ઉપયોગી માહિતી દરેક વાંચક સુધી પહોંચાડવાના કારણે ગુજરાતી જાગરણ લોકપ્રિય બની રહ્યું છે. ગુજરાતી ઉપરાંત જાગરણ ન્યૂ મીડિયાની પંજાબી, મરાઠી, અંગ્રેજી ભાષામાં ન્યૂઝ વેબસાઈ છે. આ ઉપરાંત હેલ્થ અને લાઈફ સ્ટાઈલની https://www.onlymyhealth.com/ અને herzindagi.com સાઈટ છે.