Punjab Flood: CM ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય નેતાઓએ પુર ગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રીના ટ્રકોને પ્રદેશ કાર્યાલય ખાતેથી પ્રસ્થાન કરાવ્યું

પંજાબમાં રેલ્વેના માધ્યમથી રાહત સામગ્રી મોકલવામાં આવનાર છે  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 11 Sep 2025 01:35 PM (IST)Updated: Thu 11 Sep 2025 01:38 PM (IST)
cm-bhupendra-patel-flags-relief-trucks-for-punjab-flood-victims-601312
HIGHLIGHTS
  • આજે જે વિસ્તારમાં કુદરતી આફત સર્જાઇ છે તે વિસ્તારમાં સરકાર અને પાર્ટી દ્વારા રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે.
  • આજે છત્તીસગઢ ના બસ્તર વિસ્તાર દંતેવાડમાં,પંજાબ અને ગુજરાતના બનાસકાંઠામા કુદરતી હોનારતમા રાહત સામગ્રી પહોંચાડવાનુ શરૂ કર્યુ છે.

Punjab Flood Relief: ભારતીય જનતા પાર્ટી અને રાજય સરકારના સંયુકત ઉપક્રમે આજે પુરગ્રસ્ત વિસ્તાર જેવા કે છત્તિસગઢ,પંજાબ અને ગુજરાતના બનાસકાંઠામા રાહત સામગ્રી પહોંચડાવામાં આવી રહી છે. આજ રોજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ રાજયનામંત્રીઓ રૂષીકેશભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા,મહામંત્રી રજનીભાઇ પટેલ, ધારાભ્યઓ રીટાબેન પટેલ, પાયલબેન કુકરાણી,ગાંઘીનગર શહેર પ્રમુખ આશિષભાઇ દવે સહિતના આગેવાનોએ રાહત સામગ્રીના જથ્થા સાથેના ટ્રકોનું પ્રસ્થાન પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે કરાવ્યું હતું. પંજાબમાં રેલ્વેના માધ્યમથી રાહત સામગ્રી મોકલવામાં આવનાર છે  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ કાર્યક્રમ અંગે પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી રાજકીય પાર્ટી છે સમાજની વચ્ચે રહી સમાજમા સુખ દુખમા ભાગીદાર બને છે. ભારતીય જનતા પાર્ટી સેવા હી સંગઠનના માધ્યમથી જનતાની સેવા માટે હમેંશા તત્પર રહે છે.  આજે જે વિસ્તારમાં કુદરતી આફત સર્જાઇ છે તે વિસ્તારમાં સરકાર અને પાર્ટી દ્વારા રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે. ભાજપ સેવા હી સંગઠનના માધ્યમથી જનતાની સેવા માટે હમેંશા કાર્યરત હોય છે જેમ કે મોરબીની પુલ હોનારત, કોરોના કાળ,અતિવૃષ્ટીથી થયેલ નુકશાન હોય દરેક સ્થિતિમા ભાજપના કાર્યકર્તાઓ જનતાની સેવા માટે જોડાય છે.

રજનીભાઈ પટેલે વધુમા જણાવ્યું કે, પ્રદેશ કાર્યાલય ખાતેથી  આજે છત્તીસગઢ ના બસ્તર વિસ્તાર દંતેવાડમાં,પંજાબ અને ગુજરાતના બનાસકાંઠામા કુદરતી હોનારતમા રાહત સામગ્રી પહોંચાડવાનુ શરૂ કર્યુ છે. રાહત સામગ્રીમા જીવન જરૂરિયાતની નાની-મોટી દરેક વસ્તુ જેમ કે, દાળ,ચોખા, તેલ,ઘંઉનો લોટ, ખાંડ, મરચુ, ચા, મીઠુ, હળદર, માચીસ, મીળબતી, વાસણો, કપડા સહિતની વસ્તુઓની કિટ તૈયાર કરવામાં આવી છે. રાહત સામગ્રીની અંદાજે 8 હજાર કીટ છત્તીસગઢ મોકલવામાં આવશે. પંજાબમા પણ આજ રીતની તમામ સામગ્રી ટ્રેન મારફતે મોકલવામાં આવશે. તમામ સામગ્રીની કિટ જરૂરીયાત મંદોને પહોચે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠામા પુરની આફત સમયે કોંગ્રેસના સાંસદ પહોંચ્યા નથી તે આપણા બધા માટે દુખદ બાબત છે પરંતુ ભાજપના તમામ કાર્યકર્તાઓ સમાજ વચ્ચે રહી સેવાકીય કાર્ય કરી રહ્યા છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ બનાસકાંઠાના પુર ગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી તંત્રને રાહત માટેની જરૂરી માર્ગદર્શન આપશે.

રૂષીકેશભાઇ પટેલે સરકાર તરફથી માહિતી આપતા જણાવ્યું કે, છત્તીસગઢ અને પંજાબમા પુર ગ્રસ્ત વિસ્તારમા ભાજપ અને સરકાર તરફથી જીવન જરૂરિયાની તમામ વસ્તુ મોકલવાનું આયોજન કરવામા આવ્યું છે. છત્તિસગઠના દંતેવાડા અને બસ્તર વિસ્તારમાં અંદાજે 8 હજાર જેટલી કિટ મોકલવામાં આવી છે.પંજાબમા પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર અને ભાજપા દ્વારા 11 -11 જેટલા વેગનોમા રાહત સામગ્રી ગાંઘીનગર રેલવે સ્ટેશનથી મોકલવામાં આવી છે. બનાસકાંઠામા અસર ગ્રસ્ત વિસ્તારમાં શંકરભાઇ ચૌધરી પહોંચી ગયા હતા અને આજે મુખ્યમંત્રીશ્રી પણ સ્થિતિની સમિક્ષા કરી વહિવટી તંત્રને માર્ગદર્શન આપશે તેમજ મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા પણ પાલનપુર કલેકટર ઓફિસ ખાતેથી સમિક્ષા કરશે. આમ સરકાર દ્વારા બનાસકાંઠામા રાહત કાર્યમાં પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. ગુજરાતમા કોઇ પણ આફત સમયે સરકાર તાત્કાલીક જરૂરી તમામ વસ્તુ મળી રહે તે માટે પ્રયાસ કરે છે. અને દેશના કોઇ પણ રાજયમા જરૂર સમયે ગુજરાત સેવાકીય કાર્યોમા અગ્રેસર રહે છે.