Kaun Banega Crorepati 17: 11 ઓગસ્ટ 2025 ના રોજ શરૂ થયેલો અમિતાભ બચ્ચનનો આ ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ 17 હંમેશા દર્શકોને તેમની ટીવી સ્ક્રીન સાથે જોડી રાખે છે. લેટેસ્ટ એપિસોડમાં માઈક્રોસોફ્ટમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી માનસી શર્માએ 13 પ્રશ્નોના સાચા જવાબ આપીને 25 લાખ રૂપિયા જીત્યા હતા. જો કે 14મો સવાલ પર આવ્યો ત્યારે તેને રમત છોડવી પડી, કારણ કે તેને 14મા સવાલનો જવાબ ખબર ન હતી.
50 લાખના સવાલ પર અટકી માનસીની જીત
તાજેતરમાં દિલ્હીની સોફ્ટવેર એન્જિનિયર માનસી શર્મા 25 લાખ રૂપિયા જીત્યા બાદ 50 લાખના સવાલ પર અટકી ગઈ હતી. શું બિગ બી દ્વારા પૂછવામાં આવેલા આ પ્રશ્નનો જવાબ તમે આપી શકો છો? આ રહ્યો સવાલ...
બિગ બીનો 50 લાખનો સવાલ આ મુજબ હતો
પ્રશ્ન: 'મૂજો', જેને 'એમરાલ્ડ (પન્ના)ની રાજધાની' કહેવામાં આવે છે, તે કયા દેશમાં છે?
આ પ્રશ્ન માટે ચાર વિકલ્પો આપવામાં આવ્યા હતા: A) નિકારાગુઆ B) નાઇજીરીયા C) ઝિમ્બાબ્વે D) કોલંબિયા
આ સવાલનો સાચો જવાબ વિકલ્પ D એટલે કે 'કોલંબિયા' હતો. કોલંબિયાને વિશ્વભરમાં સૌથી શ્રેષ્ઠ અને કિંમતી 'પન્ના'ના ઉત્પાદન માટે ઓળખવામાં આવે છે, અને મૂજો તે સ્થળ છે જ્યાં 'પન્ના'નો સૌથી વધુ વ્યવસાય થાય છે.
સાચો જવાબ આપીને પણ હારી માનસી
બિગ બીએ માનસીને આ તક આપી કે તેઓ ચારેય વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરે, તો માનસીએ D વિકલ્પ પસંદ કર્યો. જોકે કોન્ફિડન્સ ન હોવાને કારણે તેણે 25 લાખ રૂપિયા પર જ રમત છોડી દીધી, ભલે તેનો ઉત્તર સાચો હતો.