હાલમાં સોશિયલ મીડિયા પર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના અંગત જીવનમાં તિરાડ પડી હોવાની ચર્ચા ચારેકોર ચર્ચાઈ રહી છે.
યુઝવેન્દ્ર ચહલે પત્ની ધનશ્રી વર્મા સાથે પોતાની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધી છે.
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને સોશિયલ મીડિયા સ્ટાર ધનશ્રી વર્માના છૂટાછેડાની અફવાઓ સોશિયલ મીડિયા પર ભારે ચકચાર મચાવી રહી છે.
જો કે, અત્યાર સુધીમાં યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા બંનેમાંથી કોઈએ પણ તેમના છૂટાછેડાની અફવા પર કોઈ નિવેદન આપ્યું નથી.
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના આ વાયરલ સમાચારોથી ચાહકોને આંચકો લાગ્યો છે.
રમત-ગમત અને મનોરંજન સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.